મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

અડવાણી પછી મુરલી મનોહર જોષીની ટિકિટ પણ કપાઈઃ હાંસિયામાં ધકેલાયા

નવી દિલ્હી તા. ર૬ઃ લાલકૃષ્ણ અડવાણી પછી હવે ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોષીની ટિકિટ પણ કપાઈ જતાં તેઓ નારાજ થયા છે. આ બન્ને દિગ્ગજ નેતાઓએ ભાજપને શુન્યમાંથી સર્જન કરીને મજબૂત  બનાવવા માટે પાયાના પ્રયાસો કર્યા હતાં. આ દિગ્ગજોને સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ નહીં સમાવાતા અસંતોષનો ચરૃ ઉકળવા લાગયો છે.

લોકસભા ચૂંટણી ર૦૧૯ માં જીત મેળવવા માટે બીજેપી મજબૂત ઉમેદવારોને જ ટિકિટ આપી રહી છે, પરંતુ આ કારણથી પાર્ટીના દિગ્ગજ નેતાઓ નારાજ છે. માનવામાં આવે છે કે, પાર્ટીએ આ વખતે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. આ વિશે જ્યારે પાર્ટી તરફથી સંગઠન મહાસચિવ રામલાલે મુરલી મનોહર જોષીને જાણ કરી તો તેઓ નારાજ થઈ ગયા હતાં.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ર૦૧૪ ના પરિણામોનું પુનરાવર્તન કરવા માટે સમગ્ર તૈયારીઓ કરી લીધી છે. બીજેપીએ ૮૦ લોકસભા સીટવાળા ઉત્તરપ્રદેશને જીતવા માટે તેમના સ્ટાર પ્રચારકનું લિસ્ટ તૈયાર કરી દીધું છે. લોકસભા ર૦૧૯ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશમાં ૪૦ સ્ટાર પ્રચારકનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં પીએમ મોદી સહિત ઘણાં દિગ્ગજ નેતાઓના નામ છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીનું નામ નથી. આ ઉપરાંત મુરલી મનોહર જોષીએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે તેઓ પાર્ટી ઓફિસે આવીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત નહીં કરે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીના સંગઠન મહાસચિવ રામલાલે સોમવારે બીજેપીના સિનિયર નેતા મુરલી મનોહર જોષી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોર જોષીને કહ્યું હતું કે, પાર્ટીએ નક્કી કર્યું છે કે, તેમને ચૂંટણી લડાવવામાં ન આવે, પરંતુ પાર્ટી ઈચ્છે છે કે, તમે બીજેપી કાર્યાલય આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરો, જો કે પાર્ટીની આ અપીલનો મુરલી મનોહર જોષીએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જોષીએ કહ્યું હતું કે, આ પાર્ટીના સંસ્કાર નથી. જો અમને ટિકિટ ન આપવાના હોય તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અમને આવીને જાણ કરવી જોઈએ. તેથી મુરલી મનોહર જોષીએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો કે તેઓ પાર્ટી ઓફિસ આવીને આ પ્રકારની કોઈ જાહેરાત નહીં કરે.

નોંધનીય છે કે, આ પહેલા પણ બીજેપી સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ગાંધીનગરથી ટિકિટ ન આપતા ખૂબ હોબાળો થયો હતો. હવે મુરલી મનોહર જોષીને પણ હાંસિયામાં ધકેલી દેવાતા ભાજપમાં અસંતોષનો ચરૃ ઉકળવા લાગ્યો છે. પ્રચારકોના લિસ્ટમાં જે મોટા નામ છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડો. દિનેશ શર્મા, પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્ર નાથ પાંડે, પ્રદેશ મહામંત્રી સુનિલ બંસલ, ભાજપના પૂર્વ કલરાજ મિશ્રા અને લક્ષ્મીકાંત વાજપેયીજીના નામ સામેલ છે.

નોંધનીય છે કે, બીજેપીએ  આ વખતે લોકસભા ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીને ટિકિટ પણ આપી નથી. લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરમાંથી સાંસદ હતાં, પરંતુ આ વખતે અહીંથી તેમની જગ્યાએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. યુપીમાં પ્રચાર કરવામાં ઘણાં કેન્દ્રિય મંત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રિય મંત્રીમંડળના ગૃહમંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગહેલોત, જગતપ્રકાશ નડ્ડા, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ જેવા મોટા નેતા પણ સામેલ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription