જિયો અને માઈક્રોસોફટ વચ્ચે લાંબાગાળાના વ્યૂહાત્મક સંબંધોનો પ્રારંભઃ મુકેશ અંબાણી

મુંબઈ તા. ૧૪ઃ રિલાયન્સ ઈન્ડ.ના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જિયો અને માઈક્રોસોફટ વચ્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોના પ્રારંભની વિગતો આપતા કહ્યું હતું કે, આ ભારતીય અર્થતંત્રના ડિજિટાઈલેશનને વેગ મળશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઈક્રોસોફટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોની શરૃઆત કરી છે. જેનો ઉદૃેશ ભારતીય અર્થતંત્ર અને સમાજના ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો છે. આ ૧૦ વર્ષની સમજૂતી અંતર્ગત બન્ને કંપનીઓની વૈશ્વિક સ્તરની સંયુક્ત ક્ષમતાઓ ભારતીય વ્યવસાયો માટે કનેક્ટિવિટી, કમ્પ્યુટિંગ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય ટેકનોલોજી સેવાઓ અને આવશ્યક ઉપયોગિતાઓનો વિસ્તૃત સેટ ઓફર કરશે તેમજ એનાં હાલના અને નવા વ્યવસાયો સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિસ્તૃત ઈકોસિસ્ટમને આવરી લેશે.

જિયો અને માઈક્રોસોફટ સંયક્તપણે લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો વચ્ચે ડેટા એનાલીટિક્સ, એઆઈ, કોગ્નિટિવ સર્વિસીસ, બ્લોક ચેઈન, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને અત્યાધુનિક કમ્પ્યુટિંગ જેવી અગ્રણી ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારવાનો ઉદૃેશ ધરાવે છે, જે તેમને સ્પર્ધાત્મક બનવા અને વૃદ્ધિ કરવા સજ્જ કરશે, ત્યારે ભારતમાં ટેકનોલોજી-સંચાલિત જીડીપી વૃદ્ધિને વેગ આપવામાં મદદરૃપ થશે અને મોટા પાયે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સની સ્વીકાર્યતા વધારશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "જિયોને તમામ ભારતીયોને ટેકનોલોજીનો વિસ્તૃતપણે ઉપયોગ કરવા સક્ષમ બનાવવા અમારાં પ્રયાસોમાં માઈક્રોસોફટ સાથે જોડાણ કરવાની ખુશી છે. આ વિશિષ્ટ અને પ્રથમ પ્રકારની પાર્ટનરશીપ છે, જે ભારતીય ઉદ્યોગસાહસો - લઘુ અને મોટા ઉદ્યોગો માટે મહત્ત્વપૂર્ણ મૂલ્ય ઊભું કરવા કેન્દ્રિત બે મોટી કંપનીઓની ક્ષમતાનો સમન્વય કરશે. જિયોના આંતરરાષ્ટ્રીય સ્તરના ડિજિટલ માળખા અને માઈક્રોસોફટના એઝયોર ક્લાઉડ પ્લેટફોર્મની આસપાસ નિર્મિત ઈનોવેટિવ અને વાજબી ક્લાઉડ અને બલ્ડ ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવા સંયુક્તપણે કામ કરીને અમે ભારતીય અર્થતંત્રના ડિજિટાઈઝેશનને વેગ આપીશું અને ભારતીય વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવીશું. આ દુનિયાને ટેક-સક્ષમ મૂલ્ય સર્જનની ક્ષમતા પ્રદર્શિત કરશે, જે અસાધરણ અને સર્વ સમાવેશક છે."

માઈક્રોસોફટના સીઈઓ સત્ય નાદેલાએ કહ્યું હતું કે, "અમે ભારતમાં ઈનોવેટીવ અને વૃદ્ધિના માર્ગે અગ્રેસર કંપનીઓને મદદ કરવા અત્યાધુનિક ટેકનોલોજી સેવાઓ પ્રદાન કરવાની અસાધારણ તક ધરાવીએ છીએ. જિયોની અગ્રણી કનેક્ટિવિટી અને એઝ્યોર, એઝયોર એઆઈ અને ઓફિસ ૩૬પ સાથે ડિજિટલ સોલ્યુશન્સ દેશમાં લાખો વ્યવસાયિકોને ગણતરી, સ્ટોરેજ, ઉત્પાદકતા માટે પ્લેટફોર્મ અને પાવરફૂલ ટૂલ્સ પ્રદાન કરશે."

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription