ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુક્યોઃ પેવેલીયનની લીધી મુલાકાત / યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામું આપ્યું ! વ્હાઈટ હાઉસની બહાર અખબારોની નકલો થઈ ફરતી / વિશ્વ બેંકના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઈન્દિરા નુયીનું નામ આવ્યું મોખરે / સુપ્રીમે મુંબઈના ડાન્સ બારોને આપી શરતી મંજુરીઃ ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં

લીવર તથા હૃદયની બીમારીથી બેના મૃત્યુઃ અપમૃત્યુના ચાર બનાવ

જામનગર તા.૭ ઃ જામનગરના એક પ્રૌઢનું લીવરની બીમારીથી અને બે વ્યક્તિઓના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બાલંભડીમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિકનો હૃદયની બીમારીએ ભોગ લીધો છે.

જામનગરની સુભાષ માર્કેટ નજીકના દેવુભાના ચોકમાં વસવાટ કરતા પ્રવિણભાઈ વેલજીભાઈ દાઉદિયા નામના સત્તાવન વર્ષના પ્રૌઢ લાંબા સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા તે દરમ્યાન ગઈકાલે રાત્રે તેઓ બેશુદ્ધ બની જતાં પુત્ર રાહુલભાઈએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.

જામનગરની ખોડિયાર કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૫) નામના રીક્ષાચાલકને ગઈકાલે રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે જીતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરતા શંકરભાઈ દેવજીભાઈ સોલંકી (ઉ.વ.૬૦) નામના વાલ્મિકી વૃદ્ધને ગઈકાલે બપોરે ગભરામણ ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે તેમના પુત્ર ચેતનભાઈ સોલંકીનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના બાલંભડી ગામના રાજેશભાઈ વલ્લભભાઈ પટેલ નામના ખેડૂતને ત્યાં શ્રમીક તરીકે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની રણસિંહ ચંદુભાઈ રાઠોડ (ઉ.વ.ર૮) નામના યુવાનને હૃદયની બીમારી વળગી હતી જેના કારણે તેઓને નબળાઈ આવી જવા પામી હતી. આ યુવાનનું ગઈકાલે મૃત્યુ થયું છે. પોલીસે લાલાભાઈ ચંદુભાઈ રાઠોડનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસડયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00