ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામખંભાળીયાના વડત્રા પાસે ચાની હોટલમાં રાંધણગેસનો બાટલો ફાટ્યોઃ છાપરા, સામાન ઉડ્યો

ખંભાળીયા તા. ૧૫ઃ ખંભાળીયા-દ્વારકા હાઈ પર આવેલી એક હોટલમાં ગઈ રાત્રે શોર્ટસર્કીટ થતા આગનું છમકલું થયું હતું જેની લપેટમાં રાંધણગેસનો બાટલો આવી જતા ધડાકો થયો હતો. જેથી દુકાનનો સામાન, છાપરા રોડ પર ઉડ્યા હતાં. સદ્દનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર ગુરૃકૃપા નામની ચાની હોટલમાં ફ્રીઝમાં આજે વહેલી સવારે શોર્ટસર્કીટ થતા આગ ભભૂકી હતી. જેની લપેટમાં નજીકમાં રાખવામાં આવેલો રાંધણગેસનો બાટલો આવી જતા બાટલો ધડાકા સાથે ફાટ્યો હતો. જેના કારણે દુકાનમાંથી કેટલોક માલસામાન તથા પતરા, બારણા રોડ પર ફેંકાઈ ગયા હતાં. આ બનાવની જાણ થતા વડત્રાના પૂર્વ સરપંચ રામસીભાઈ આર. ચાવડા તથા અન્ય સેવાભાવી યુવાનો દોડ્યા હતાં. તેઓએ આગને વધુ પ્રસરતા અટકાવી હતી તેમ છતાં દુકાનમાં રહેલો મોટાભાગનો માલસામાન ખાખ થઈ ગયો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ ભીખાભાઈ ચાવડાએ રાત્રે રાંધણગેસનો તે બાટલો ઘેર લઈ જવાનો હતો પરંતુ કોઈ કારણથી ભૂલાઈ જતા બાટલો દુકાનમાં પડ્યો રહ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription