ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૧ઃ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં બ્લોક નં. ડી/૪૦ ઉપર એક ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના રહેવાસીઓએ કમલેશ રાજદેવ તથા યોગેશ રાજાણીની આગેવાની હેઠળ સંયુક્ત સહીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરના ઈન્સ્ટોલેશનને રોકવા તથા આ વિસ્તારમાં મોબાઈલ ટાવર ન બને તે માટે આદેશ કરવા રજુઆત કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે મોબાઈલ ટાવર ઊભા કરવા માટે કડક નિયમો છે અને તેમાં ય ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવર ઊભા ન થઈ શકે તેવી જોગવાઈ પણ છે. તેથી જ લત્તાવાસીઓ તથા આસપાસના રહેવાસીઓની સંમતિ વગર મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ ન થઈ શકે.
જો ગાંધીનગર વિસ્તારમાં મોબાઈલ ટાવરને રોકવામાં નહીં આવે તો રહેવાસીઓએ કાયદાકીય પગલાં લેવાની ચિમકી આપી છે.