ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

લાખોટા તળાવની પાળ-મોટી ખાવડી પાસેથી બે વાહનની ઉઠાંતરી

જામનગર તા. ૧૫ઃ જામનગરના તળાવની પાળ પાસેથી ત્રણ મહિના પહેલાં એક સ્કૂટર ઉપડી ગયાની તેમજ મોટીખાવડી પાસેથી ગયા સપ્તાહે બાઈક ચોરાયાની પોલીસમાં ફરિયાદ થઈ છે ઉપરાંત એક આસામીનું પાકીટ સેરવાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના વંડાફળી વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન  ભરતભાઈ વાંઝા નામના યુવતીએ ગઈ તા. ૧૯ જાન્યુઆરીની સાંજે પોતાનું જીજે-૩-એચસી-૧૦૯૦ નંબરનું એક્સેસ સ્કૂટર તળાવની પાળે ગેઈટ નં. ૪ પાસે રાખ્યું હતું ત્યાંથી રૃા. ૨૫,૦૦૦નું આ વાહન કોઈ શખ્સ હંકારી જતા તેણીએ સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના મોટીખાવડી ગામના નારણભાઈ પાલાભાઈ મોરીએ ગઈ તા. ૭ની સાંજે પોતાનું જીજે-૧૦-એસી-૫૭ નંબરનું મોટરસાયકલ મોટીખાવડી પાસેના વિનાયક પેટ્રોલપંપ નજીકના પોતાના ગોડાઉન પાસે પાર્ક કર્યું હતું ત્યાંથી તેની ઉઠાંતરી થઈ છે. મેઘપર પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના સુભાષબ્રિજ પાસેથી ધ્રોલના સાગરભાઈ પ્રભાશંકર પંડ્યા નામના આસામી ગઈ તા. ૨૩ ઓક્ટોબરની બપોરે ધ્રોલ જવા માટે એક ઈક્કોમાં બેઠા ત્યારે તેમના ખિસ્સામાંથી કોઈ શખ્સે પાકીટ સેરવી લીધું હતું જેની ગઈકાલે સિટી 'બી' ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription