વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

ખંઢેરા પાસે થાંભલામાં રાજકોટના પ્રૌઢનો ગળાફાંસો

જામનગર તા.૧૧ ઃ રાજકોટથી રણુજા બીજ ભરવા જવાનું કહીને નીકળેલા એક પ્રૌઢે ખંઢેરા ગામ પાસે થાંભલામાં અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. જ્યારે માનસિક બીમારીથી કંટાળેલા નંદાણાના પરિણીતાએ અછનપછેડી ઓઢી મોત માંગી લીધું છે.

રાજકોટમાં મોટા મોવા વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ મોહનભાઈ ખાડેખા નામના કુંભાર પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ઘરેથી કાલાવડ તાલુકાના રણુજા ગામમાં બીજ ભરવા જવું છે તેમ કહીને પોતાનું વાહન લઈને નીકળ્યા હતા ત્યાર પછી ગઈકાલે બપોરે બારેક વાગ્યે ઉમેશભાઈ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલી એક દરગાહ નજીકના ઈલેકટ્રીકના થાંભલા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેઓના પરિવારને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલા તેઓના પત્ની કાંતાબેન ઉમેશભાઈએ આક્રંદ કર્યું હતું. આ બાબતની પોલીસને જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે ઉમેશભાઈના મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ખસેડયા હતા અને આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મોહનભાઈ છગનભાઈ નકુમ નામના સતવારા યુવાનના પત્ની શાંતિબેન (ઉ.વ.૩૦) નવેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા જેની સારવાર લેવામાં આવી રહી હોવા છતાં સારૃં ન હોય કંટાળી ગયેલા શાંતિબેને ગઈકાલે સવારે પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી હતી. આ મહિલાનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ થયું છે. પોલીસે પતિ મોહનભાઈ ઉર્ફે ભીખાભાઈનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00