તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ખંભાળિયાઃ જલારામ જયંતીની રજા જાહેર કરવા માંગણી

ખંભાળિયા તા. ૭ઃ ખંભાળિયા લોહાણા મહાજનના બેનર હેઠળ શહેરના રઘુવંશી અગ્રણીઓ, વેપારીઓએ જલારામ જયંતીની રજા જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જલારામ જયંતીના દિવસે સમૂહ પ્રસાદ, બ્રહ્મ ભોજન, શોભાયાત્રા, જ્ઞાતિભોજન, વિશિષ્ટ દર્શન-આરતી યોજાનાર હોય, તેમજ વિર૫ુરમાં જલારામ જયંતીના દિવસે જલારામ ભક્તોનો ઘોડાપુર ઉમડતો હોય ત્યારે તા. ૧૪.૧૧.ર૦૧૮ ના જલારામ જયંતીના દિવસે રજા જાહેર કરવા માગણી કરવામાં આવી હતી.

આવેદનપત્ર સુપરત કરવાના કાર્યક્રમમાં મનુભાઈ સોમૈયા, પ્રતાપભાઈ દત્તાણી, વિજયભાઈ કટારિયા, જગુભાઈ રાયચુરા, અનિલભાઈ તન્ના, રાકેશભાઈ પંચમતિયા, જયેશભાઈ મોદી, પરેશભાઈ સામાણી, જયેશભાઈ નથવાણી, નટુભાઈ કુંડલિયા, પ્રભુદાસભાઈ વગેરે જોડાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00