૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

કલ્યાણપુરના ફોજદાર ભદોરિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયાઃ વર્ષમાં છઠ્ઠો કેસ

ભાટિયા/ખંભાળિયા તા.૬ ઃ કલ્યાણપુરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ફોજદારે તે પંથકમાં જ રહેતા એક્સ આર્મીમેનની સાંથણીમાં મળેલી જમીન પરથી ફેન્સીંગ તથા બાવળ હટાવવાની કામગીરીમાં 'સહકાર' આપવા માટે રૃા.૩ લાખની માગણી કર્યા પછી એસીબીમાં ફરિયાદ થઈ હતી. ગઈકાલે રાજકોટ એસીબીએ છટકું ગોઠવી રૃા.૩ લાખની લાંચ લેતા આ અધિકારીને પકડી પાડતા લાંચિયા તત્ત્વોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. ચાલુ વર્ષમાં ગઈકાલના કેસ સહિત લાંચનો છઠ્ઠો કેસ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા એક નિવૃત્ત મિલ્ટ્રીમેનને સરકાર તરફથી નિવૃત્તિ વેળાએ સાંથણીમાં જમીન આપવામાં આવી હતી તે જમીનમાં કેટલાક શખ્સોએ દબાણ કરી લેતા નિવૃત્ત મિલ્ટ્રીમેને તે દબાણો હટાવવા સામે અગાઉ દીવાની રાહે કાર્યવાહી હાથ ધરી હતી જેની પ્રક્રિયા દરમ્યાન કલ્યાણપુરના મામલતદારે દબાણગ્રસ્ત જમીન સિવાયની બાકીની જમીનનો કબજો નિવૃત્ત મિલ્ટ્રીમેનને મળે તે પ્રકારનો હુકમ કર્યાે હતો તેમ છતાં બાકીની જમીન પર પણ અગાઉ કરી લેવાયેલી ફેન્સીંગ તથા ઉગી નીકળેલા બાવળિયા હૈયાત હતા.

મામલતદાર દ્વારા તેઓને જમીન સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં તે દબાણગ્રસ્ત જમીન સિવાયની બાકીની જમીનમાં રહેલી ફેન્સીંગ તથા બાવળ કાઢવાની કાર્યવાહી નિવૃત્ત મિલ્ટ્રીમેને આરંભતા તેમાં દબાણકર્તાઓએ અડચણ કરવાનું શરૃ કર્ય્ું હતું. આથી એક્સ આર્મીમેને તે બાબતની પુત્રને વાત કરતા પુત્રએ પોલીસની મદદ લેવા માટે થોડા દિવસ પહેલા અરજી કરી હતી તે અરજી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી સ્થાનિક પીએસઆઈ શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરિયાએ એક્સ આર્મીમેનના પુત્રને બોલાવી વિગતો જાણ્યા પછી તેઓનું 'કામ' થઈ જશે અને તેની જહેમત માટે રૃા.૩ લાખ આપવા પડશે તેવી વાત કરતા એક્સ આર્મીમેનના પુત્ર ડઘાઈ ગયા હતા.

ત્યાર પછી એક્સ આર્મીમેનના પુત્રએ લાંચની માગણી કરનાર પીએસઆઈ એસ.એસ. ભદોરિયા સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક એચ.પી. દોશીના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી કચેરીના પીઆઈ સી.જે. સુરેજાએ ફરિયાદીને છટકું ગોઠવવા અંગે પૂરતી સમજણ આપ્યા પછી શહેર તથા રાજકોટ ગ્રામ્યના એસીબીના સ્ટાફને સાથે રાખી જાળ બીછાવી હતી.

તે દરમ્યાન ગઈકાલે બપોરે એસીબીના સમજાવ્યા મુજબ ફરિયાદીએ પૈસા આપવા માટેની તૈયારી દર્શાવતા તેઓને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જ બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પીએસઆઈ શૈલેન્દ્રસિંહ ભદોરિયાને એસીબી દ્વારા વૈજ્ઞાનિક પ્રક્રિયા કર્યા પછી આપવામાં આવેલી રૃા.૩ લાખની ચલણી નોટ આપતા જ એસીબીનો કાફલો પ્રગટ થયો હતો તેઓએ પીએસઆઈ ભદોરિયાને રંગેહાથ પકડી લઈ તેઓની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધી તેઓની ધરપકડ કરી હતી. ઉપરોક્ત અહેવાલ લાકડિયા તારની માફક ફરી વળતા લાંચિયાબાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભદોરિયા વિરૃદ્ધની તપાસ એસીબીના પીઆઈ જાડેજાને સોંપી આપવામાં આવી છે. તેઓએ ગઈરાત્રે પીએસઆઈ ભદોરિયાના ઘેર દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી રૃા.ર લાખ ૬૧ હજારની રોકડ રકમ સાંપડી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમાણમાં નાનો હોવા છતાં ચાલુ વર્ષમાં ગઈકાલે કલ્યાણપુરના પીએસઆઈ ભદોરિયા સામે લાંચ લેવાનો ગુન્હો નોંધાયો તે ગુન્હો છઠ્ઠો છે, અગાઉ દ્વારકા મામલતદાર સહિતના પાંચ કેસ નોંધાયા હતા. કલ્યાણપુર પોલીસ સ્ટેશન તે પંથકમાં આવેલા બોક્સાઈટની ખાણોના કારણે 'કમાઉ' પોલીસ સ્ટેશન માનવામાં આવી રહ્યું છે ત્યારે પીએસઆઈ ભદોરિયાના બેંક ખાતા, સ્થાવર-જંગમ મિલકત, તેઓના વતનમાં આવેલી મિલકત વગેરેની પણ તપાસ શરૃ કરવામાં આવી છે. વર્ગ-૩ના આ અધિકારીને ગઈકાલે રાત્રે રિમાન્ડની માગણી સાથે ખંભાળિયા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00