કાલાવડઃ ચારણ પીપળીયા પાસે પાણીની લાઈન પ્રગટી! ભ્રષ્ટાચારના ભોરીંગે જાણે ફેણ કાઢી!

જામનગર તા. ૧૪ઃ કાલાવડ તાલુકાના ચારણ ખંભાળીયા ગામ નજીક જમીનમાં ચાર ફૂટ ઉંડાઈમાં નાખવામાં આવેલી પાણીની પાઈપ લાઈન બહાર દેખાતા ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પકડ્યું છે. અને ભ્રષ્ટાચારના ભોરીંગે જાણે ફેણ કાઢી છે.

ગત મે-૨૦૧૯ એટલે કે બે માસ પહેલા સૌની યોજના અન્વયે પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી આ પાઈપ લાઈન હાલ સપાટી ઉપર બહાર દેખાય છે. એટલે કે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી પણ સપાટી ઉપર આવી છે. આ નબળી કામગીરી માટે મામલતદાર, જિલ્લા કલેક્ટર સમક્ષ ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગઈકાલે ગામના આગેવાનો રણછોડભાઈ રામાણી, વશરામભાઈ ગઢવી, દુલાભા ગઢવી, રંભાબેન, આર.એચ.સોરઠીયા વગેરે સહિતના ખેડૂતોના ખેતરમાં જમીનમાંથી પાઈપ લાઈન બહાર નીકળી હતી. આશરે એકાદ કિમી લંબાઈની પાઈપલાઈન જમીન ઉપર દેખાતા જ સંબંધિત અધિકારી સમક્ષ રજુઆત કરી તેમને જાણ કરવામાં આવી હતી.

સંજયભાઈ નામના ખેડૂતના ખેતરમાં તો જમીન નીચેથી ગેસની પણ પાઈપ લાઈન પસાર થાય છે. અને ગેસ તથા પાણીની પાઈપ લાઈન વચ્ચે ફક્ત બે ફૂટનું અંતર રાખ્યું છે. જ્યારે કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા જ યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription