જામનગરમાં ૪૮ કલાકમાં તાપમાન ૭.પ ડીગ્રી વધી ગયુંઃ મહત્તમ ૩ર.પ ડીગ્રી

જામનગર તા. ૧૩ઃ સૂર્યદેવતાએ નભમાં દેખા દેતાની સાથે નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૭.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં આંશિક વધારો થયો છે.

જામનગર સહિત સમગ્ર હાલારમાં એક સપ્તાહથી વધુ સમય વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ હવે આકાશ સાફ થઈ જતા સૂર્યદેવતાએ ફરી એકવાર પૂર્ણ પ્રકાશ સાથે દેખા દીધી છે.

નગરમાં છેલ્લા બે દિવસથી સૂર્યપ્રકાશ વ્યવસ્થિત રીતે ધરા પર પડી રહ્યો છે. જેના પગલે વરસાદ પછી સમગ્ર પ્રકૃતિનું નયનરમ્ય દૃશ્ય ખૂબ સુંદરતાથી જોવા મળી રહ્યું છે.

સૂર્યદેવતાએ નભમાં દેખા દેતાની સાથે તાપમાનમાં વધારો થયો છે. જેમાં ગત્ તા. ૧૧.૮.ર૦૧૯ ના લઘુત્તમ તાપમાન ર૦ ડીગ્રી હતું જેમાં અત્યાર સુધીમાં પ.પ ડીગ્રીનો વધારો થયો છે તથા મહત્તમ તાપમાન રપ ડીગ્રી હતું જેમાં ૭.પ ડીગ્રીનો વધારો થયો છે. મહત્તમ તાપમાન ૩ર ડીગ્રીથી વધી જતાં ગરમીમાં આંશિક વધારો થયો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન રપ.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription