તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના ડેન્ગ્યૂ રિપોર્ટ પોઝિટિવઃ રોગચાળો યથાવત્

જામનગર તા. ૭ઃ જામનગરની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે પણ ત્રણ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં, જો કે સ્વાઈનફ્લૂના કેસોમાં હાલ સંપૂર્ણ રાહત જોવા મળી રહી છે.

જામનગર શહેર-જિલ્લામાં હજુ પણ રોગચાળો યથાવત્ જળવાઈ રહ્યો છે. બીજી તરફ દિવાળીના તહેવારોના કારણે અનેક ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં રજા રાખવામાં આવનાર હોવાથી હવે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે તેમ પણ જાણવા મળે છે.

ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવનારા તાવના દર્દીઓમાંથી શંકાસ્પદ દર્દીઓના જરૃરી પરીક્ષણ કરાવવામાં આવ્યા હતાં. તેમાંથી ત્રણ દર્દીના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં.

જો કે શહેર-જિલ્લાની ખાનગી હોસ્પિટલ, દવાખાનામાં તો અનેક દર્દી ચિકનગુનિયા, ડેન્ગ્યૂની સારવાર લેતા હોવાનું પણ જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00