ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

જામનગરમાં બે દિવસમાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઈ ગયો છે.

જામનગરમાં ગત તા. ૧૩-૩-૧૯ ના રોજ લઘુત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી હતું. જેમાં અત્યાર સુધીમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીની અંદર આવી જતા મોડી સાંજથી આજે સવાર સુધી થોડી વધારે ઠંડી નગરજનોએ અનુભવી હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૫ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription