આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

જામનગરમાં અંગ્રેજી-દેશી દારૃ પકડવા પોલીસના ઠેર-ઠેર દરોડા

જામનગર તા.૬ ઃ જામનગરના ઉદ્યોગનગરમાંથી એક શખ્સને અંગ્રેજી શરાબની બોટલ સાથે પકડી પોલીસે સપ્લાયરનું નામ ઓકાવ્યું છે. જ્યારે જુદા જુદા વિસ્તારમાંથી દેશી દારૃનો છૂટક જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને નશો કરી રખડતા શખ્સોને લોકઅપના દર્શન કરાવવામાં આવ્યા છે.

જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન આશાપુરા સર્કલ પાસેથી પસાર થતા શંકરટેકરીવાળા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકી તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી તેની પૂછપરછ કરતા તેણે આ બોટલ ગોકુલનગરમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે જીવરાજ જાડેજા પાસેથી લીધી હોવાની કબૂલાત આપી છે. પોલીસે જીવરાજની શોધ શરૃ કરી છે.

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે પોલીસે મનોજ રાજુભાઈ બાંભણિયા નામના  શખ્સને દેશી દારૃના જથ્થા સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે. જ્યારે જાગૃતિનગર નજીકના બાવરીવાસમાં આવેલા સરદારીબેન સેવારામ બાવરીના ઝૂંપડામાંથી છ લીટર દેશી દારૃ અને ચાંદનીબેન તુફાન બાવરીના ઝૂંપડામાંથી પાંચ લીટર દેશી દારૃ મળી આવ્યો છે.

જામનગર તાલુકાના લાખાબાવળમાં આવેલા વનરાજસિંહ સુરૃભા જાડેજાના મકાનમાંથી પોલીસે દરોડો પાડી દેશી દારૃ કબજે કર્યા છે. જ્યારે આરોપી નાસી ગયો છે, લાલપુરના કાનાલુસ ગામ પાસે આવેલી રિલાયન્સ કંપનીની લેબર કોલોની-૮ સામેના મેદાનમાંથી ધુળા પાલા ચારણ નામના પીપળીનેસના ફરાર શખ્સનો મનાતો છ લીટર દેશી દારૃ તેમજ આલા પબા ગુજરિયા ઉર્ફે સુખા ચારણના કબજામાંથી આઠ લીટર દેશી દારૃ ઝબ્બે લેવામાં આવ્યો છે.

તે ઉપરાંત લીમડા લેનમાંથી ગઈકાલે રાત્રે પ્રકાશ ખુશાલદાસ ગાગતાણી, ખોડિયાર કોલોની વિસ્તારમાંથી પ્રતિક ભરતભાઈ મહેતા, જામનગર તાલુકાના બાડા ગામમાંથી ગંભીરસિંહ નટુભા જાડેજા, લાલપુરના ચાર થાંભલા વિસ્તારમાંથી સુનિલ હરસુખભાઈ વાછાણી, ધ્રોલના ચામુંડા પ્લોટમાંથી સીંધાભાઈ ડાયાભાઈ વરૃ નામના શખ્સોને નશાની હાલતમાં ઝૂમતા ઝડપી લેવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00