સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી ર૦ ટીપી સ્કિમ બનાવાશે

જામનગર તા. ૧૧ઃ જામનગર શહેરનો કૂદકે ને ભૂસ્કે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ર૦ જેટલી નવી ટીપી સ્કિમ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જુની બે ટીપી સ્કિમ ના મંજુર કરવામાં આવી હતી તે પણ રીવાઈઝડ કરીને પૂનઃ સરકારમાં મોકલવા કવાયત હાથ ધરવામાં આવી છે.

જામનગર આજુબાજના વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ  થતા શહેરમાં પણ ચોતરફ ડેવલોપમેન્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિકાસની સાથે સાથે જામનગર મહાનગરપાલિકાએ પણ દોટ મૂકી છે અને ર૦ જેટલી નવી ટીપી સ્કિમ બનાવવા આયોજન ઘડી કાઢ્યું છે. આ માટે તંત્ર દ્વારા સર્વે કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી છે.

શહેરની દૂર વધતા નવા ભળેલા વિસ્તારોમાં પાસ કરીને આ નીવ ટીપી સ્કિમ અમલમાં લાવવામાં આવશે.

આ ઉપરાંત અગાઉ સરકારમાં રજૂ  કરવામાં આવેલી ટીપી સ્કિમ નંબર ૮ અને ૯ ને પણ રીવાઈઝડ કરીને ફરીથી સરકાર સમક્ષ મંજુરી અર્થે રજૂ કરવામાં આવશે. નવી ટીપી સ્કિમ અમલમાં આવતા જ બાંધકામ ઉદ્યોગને વેગ મળશે તો સાથે લોકોને સસ્તા ભાવે સુવિધા યુક્ત વિસ્તારમાં મકાનો  મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00