કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

જામનગર મહાનગરપાલિકા પાસે વેરા વસૂલાત અંગેની માહિતી માંગતા ખોટા જવાબો અપાયા

જામનગર તા. ર૬ઃ મિલકત વેરાના કાયદા અને કોર્ટના ચૂકાદા વિરૃદ્ધની વેરા વસૂલાત સામે રજૂઆત કરવામાં આવી હતી જેના સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા નથી.

જામનગરના પૂર્વ કોર્પોરેટર કાંતિભાઈ જોષીએ મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, શહેરના નવા વિસ્તારોમાં વેરાના બીલો નિયમ વિરૃદ્ધના આપવામાં આવ્યા છે. આ બાબતે નિમયમાં સુધારો જેની અમલવારી અમદાવાદ મહાનગરપાલિકામાં થાય છે.

છ માસના બદલે આખા વર્ષમાં વેરાના બીલની એડવાન્સ ઉઘરાણી હવે ફરજ બેદરકારી દર્શાવે છે. નાણાકીય વર્ષ પૂરૃં થયા પછી ખાસ નોટીસથી વેરો ઉઘરાવી શકાય નહીં. વેરા વસૂલાત વોરંટ બજાવતા પહેલા નિયમની અગગણના થાય છે. મિલકતધારક ભાડૂત છે કે માલિક તે ધ્યાને લેવામાં આવતું નથી. સત્તા સોંપવાનો અધિકાર માત્ર અધિકારીનો છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાના ક્લાર્કે વોરંટમાં સહી કરી છે.

સીઝ કરેલ મિલકત સડી જાય કે તેની સારસંભાળનો ખર્ચ વધી જતો હોય તો તે વેંચી શકાય. સાતમા વેલ્યુએશન ચાર્જ વસૂલવાની જોગવાઈ નથી. એક રૃપિયામાં મિલકત ખરીદીની કોઈ જોગવાઈ નથી.

ચેપ્ટર ૮ ના નિયમ ૯ થી ૧૮ ની જોગવાઈનો અમલ નહીં થતા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આકરણી એક વર્ષમાં ન થાય તો ત્યાર પછીના આકરણી રદ થવા પાત્ર હોય છે.

ર૦૦૩ ના સર્વેમાં કમિશનરને માહિતી મળી ગઈ હોય તો ર૦૧૩ માં આકરણી કઈ રીતે થઈ શકે. કામચલાઉ મનાઈ હુકમ અને સબજ્યુડીસ મેટર બાબતે મૌન ધારણ કરેલ છે.

વેલ્યુએશનના તગડા ચાર્જ વસૂલવાની કામગીરી ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે તેનો ખુલાશો પણ કરવામાં આવ્યો નથી. આ બાબતે જરૃર પડ્યે કોર્ટમાં ન્યાય માંગવામાં આવશે.

આ તમામ પ્રશ્નો અંગે માહિતી માંગવામાં આવી હતી, પરંતુ આસી. કમિશનર (ટેક્સ) દ્વારા ખોટા જવાબ આપવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription