સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગરના એનીમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરૃણા અભિયાન

જામનગર તા. ૧૧ઃ મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાથી આકાશમાં વિહાર કરતા પક્ષીઓને ઈજા-નુકસાન થઈ શકે છે. પક્ષીઓને ઉડવાનો સમય સામાન્ય રીતે સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૭ઃ૩૦ નો હોય છે. આથી જામનગરના એનીમલ વેલફેર ટ્રસ્ટે આ સમય દરમ્યાન પતંગ નહીં ચગાવવા અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે કોઈ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો તેને શક્ય હોય તો તળાવની પાળે બાલા હનુમાન મંદિર પાસે ટ્રસ્ટના સ્ટોલમાં લાવવા પણ જણાવ્યું છે. બાસ્કેટ અથવા કાણા પાડેલા બોક્સમાં ઈજાગ્રસ્ત પક્ષીને લાવવાના રહેશે. તેમ છતાં જો જરૃર પડે તો હેલ્પલાઈન નંબર ૯૨૨૭૫ ૫૫૧૮૦ ઉપર ફોન કરવાથી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. આ સ્ટોલ ઉત્તરાયણના દિવસે સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00