ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા.૧૧ ઃ જામનગરની એક યુવતીને ભાણવડના શિવા ગામના સાસરિયાઓએ લગ્નજીવનના દોઢ વર્ષમાં કવરાવી દેતા આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ચેતનાબેન વજશીભાઈ ગાગીયા (ઉ.વ.૨૭)ના લગ્ન બેએક વર્ષ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના રાજેશ એભાભાઈ રાવલિયા સાથે થયા પછી થોડા દિવસો સુધી ચેતનાબેનને સારી રીતે રાખવામાં આવ્યા હતા.
ત્યાર પછી છેલ્લા દોઢેક વર્ષથી પતિ રાજેશ, સાસુ કુરીબેન એભાભાઈ, નણંદ જીવીબેન રાવલિયાએ નાની-નાની બાબતોમાં વાંક કાઢી તેણીને ત્રાસ આપવાનું અને ગાળો ભાંડવાનું શરૃ કરતા કંટાળી ગયેલા ચેતનાબેન પિયર પરત ફર્યા છે. તેઓએ ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.