ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

જામનગરના કારખાનેદાર પાસેથી રૃા. સવા આઠ લાખનો માલ મંગાવી બતાવાયો ઠેંગો

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક કારખાનેદાર પાસેથી છેલ્લા આઠ મહિનામાં પાટણની એક પેઢીના સંચાલકે રૃા. સવા લાખ લાખનો બ્રાસનો જુદી-જુદી સેનેટરી આઈટમનો જથ્થો મંગાવ્યા પછી તે રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા નગરના આસામીએ પોલીસનું શરણું લીધું છે. પોલીસે વિશ્વાસઘાત કરવા અંગેનો ગુન્હો નોધી પાટણના આસામીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટીમાં વસવાટ કરતા અને દરેડ જીઆઈડીસી ફેઝ-૨માં ભોલેનાથ એન્ટરપ્રાઈઝ નામનું બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા રમેશભાઈ અરજણભાઈ દોંગા સાથે બ્રાસ સેનેટરીની જુદી-જુદી આઈટમનો કલ્પેશભાઈ પ્રાગડાર વ્યવસાય કરતા હતાં. આ આસામી રમેશભાઈના કારખાનામાં તૈયાર થતા માલને જુદા-જુદા આસામીઓ સામે પહોંચાડવાનું કામકાજ કરે છે.

તે દરમ્યાન કલ્પેશભાઈ મારફત પાટણની પટેલ માર્કેટીંગ નામની પેઢીવાળા જેન્તિભાઈ વલ્લભભાઈ દેત્રોજા સંપર્કમાં આવતા રમેશભાઈએ જુલાઈ-૨૦૧૮થી ગઈકાલ સુધી જેન્તિભાઈ સાથે કલ્પેશભાઈ મારફત સેનેટરી આઈટમનો વ્યવસાય કર્યો હતો જેમાં તેઓએ અંદાજે રૃા. ૫,૨૦,૭૫૨ની કિંમતનો ૯૨૫ કિલો ઉપરાંતનો બ્રાસપાર્ટનો માલ મોકલાવી આપ્યો હતો. તે માલ મળી ગયો હોવા છતાં આઠ મહિના સુધી જેન્તિભાઈએ ચૂકવવાની થતી રૃા. સવા આઠ લાખની રકમની ચૂકવણી નહીં કરી બહાના બતાવતા આખરે રમેશભાઈએ પોતાની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોવાની શંકા સેવી ગઈકાલે પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેન્તિભાઈ દેત્રોજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription