વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના કર્મચારીએ બનાવ્યું અનોખું કેલેન્ડર

જામનગર તા. ૧૧ઃ જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની મુખ્ય કચેરીના સ્ટેટેસ્ટિક્સ ઓફિસર અતુલ જે. જોષીએ વર્ષ ર૦૧૯ નું ટૂંકુ અને અનોખું કેલેન્ડર બનાવ્યું છે. જેમાં નાનકડી સરળ ગાણિતિક પ્રક્રિયા વડે વર્ષના કોઈપણ મહિનાની તારીખનો વાર જાણી શકાય છે.

જાન્યુઆરી-(૧), ફેબ્રુઆરી-(૪), માર્ચ-(૪), એપ્રિલ-(૦), મે-(ર), જૂન-(પ), જુલાઈ-(૦), ઓગસ્ટ-(૩), સપ્ટેમ્બર-(૬), ઓક્ટોબર-(૧), નવેમ્બર-(૪), ડિસેમ્બર-(૬).

ઉપરોક્ત કેલેન્ડર અંતર્ગત ત્રણ-ત્રણ અંકની જોડી બનાવી જે-તે મહિના સામેના અંક સરળતાથી યાદ રાખી શકાશે. જેમ કે ૧૪૪-૦રપ-૦૩૬-૧૪૬ અને આજ પ્રમાણે જે-તે અંક સામે તેનો વાર પણ યાદ રાખી શકાશે, પણ યાદ રાખશો. જે મે કે, સોમ-૧, મંગળ-ર, બુધ-૩, ગુરુ-૪, શુક્ર-પ, શનિ-૬, રવિ-૦.

હવે કોઈપણ મહિનાની તારીખ સામે વાર જાણવા માટે તે મહિનાની તારીખના અંક અને તે મહિનાના સામેના અંકનો સરવાળો કરી તેને ૭ વડે ભાગવાથી મળતી શેષના અંક સામે વાર જોતા સરળતાથી જે-તે તારીખ સામે વાર મળી શકશે.

દા.ત. તા. ર૬ જાન્યુઆરી-ર૦૧૯ નો વાર શોધવા માટે તારીખના અંક-ર૬ સાથે મહિના જાન્યુઆરીના અંક-૧ ના સરવાળાને ૭વડે ભાગવાથી વધતી શેધ સાથેનો વાર શનિવાર સરળતાથી મળી જશે. (ર૬ + ૧ = ર૭ + ૭૦ = ૬ શેષ વધશે જે શનિવાર દર્શાવે છે)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00