પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની હાજરીમાં જામનગર જિલ્લા ભાજપની સંગઠન પર્વ બેઠક

જામનગર તા. ૧૩ઃ તાજેતરમાં જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન, રસ્તા પાસે, જામનગરમાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠન પર્વની અગત્યની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભીખુભાઈ દલસાણિયાએ બુથદીઠ નવા પ્રાથમિક સભ્યો ઉમેરાય તથા દરેક બુથમાં ભાજપની વિચારધારા  મજબૂત થાય અને લોકોને ભાજપમાં જોડવા અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપનું કામ એટલે રાષ્ટ્રવાદનું કામ, વિકાસનું નામ એમ સમજી કાર્ય કરવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.

જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલે સદસ્ય વૃદ્ધિ અભિયાનમાં સૌ કાર્યકરોને ખંતથી કામ કરવા અને આપેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. સંગઠન પર્વના ઈન્ચાર્જ ડો. વિનોદ ભંડેરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું ંહતું. બેઠકમાં જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, ચેતનભાઈ કડીવાર, પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી રમેશભાઈ મુંગરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા, પૂર્વ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, સંગઠન પર્વના સહઈન્ચાર્જ કરણસિંહ જાડેજા, રેખાબેન કગથરા સહિત જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ અને સંગઠન પર્વના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

સંગઠન પર્વના અનુસંધાને કોંઝા ગામે પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. હર્ષદપુર ગામે પણ  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપરોક્ત આગેવાનો તથા જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, મહામંત્રી કુમારપાલસિંહ રાણા, કેશુભાઈ તાળા, લખમણભાઈ ખુંટી, વિપુલભાઈ સહિતના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. ભીખુભાઈ દલસાણિયાએ વૃક્ષારોપણનું વિરાટ સુંદર આયોજન કરવા બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription