જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ-કારોબારીની બેઠક યોજાઈ

જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લા-શહેર કોંગ્રેસ સમિતિના દરેક હોદ્દેદારો અને કાર્યકરોની કારોબારીની બેઠક કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતાં. આ તકે પ્રાથમિક શાળાના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે નયનાબેન દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની ૧પ૦ મી તથા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના ૭પ મા જન્મ દિવસ નિમિત્તે વક્તવ્ય સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે.ટી. પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, ધારાસભ્ય પ્રવિણભાઈ મૂછડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન મોહનભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન અરવિંદભાઈ ગજેરા, કારોબારી સમિતિના ચેરમેન કાંતિભાઈ ગઢિયા, જિલ્લા પંચાયત સદસ્ય જે.પી. મારવિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કે.પી. બથવાર, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, કાલાવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવદનભાઈ જારિયા, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આર.આઈ. જાડેજા, મુસ્લિમ સમાજના અગ્રણી ગફારભાઈ મુસા, મેહુલભાઈ સોજીત્રા, નાનીવાવડીના યુવાન સરપંચ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નૌતમભાઈ સાંગાણી, વનરાજસિંહ જાડેજા પી.આર. જાડેજા, જિલ્લામાંથી આવેલ કાર્યકરો અને ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription