જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

જામનગરઃ ચૈતન્ય ચેરી.ટ્રસ્ટના નવ વંચિત બાળકોની યુનીસેફ આયોજીત વર્કશોપમાં પસંદગી

જામનગર તા. ૧પઃ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં તા. ૧૦ થી તા. ૧૪ સુધી રેસિડેન્શિયલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિસેફ ગુજરાતના સહયોગથી ગુજરાત ચાઈલ્ડ રાઈટ ક્લેકટીવ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગરના ચૈતન્ય ચેરી.ટ્રસ્ટના ૯ વંચીત બાળકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં હીના, નંજારા, પ્રકાશ મકવાણા, ભાગવત કુંજલ, ઉમેશ વાઘોણા, ઉર્વશી, ભગત, રજની મકવાણા, પ્રેમ વાઘોણા, જ્યોતિ ફફલ, સાગર મકવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં બાળકોને વિવિધ ગહન વિષય સરળતાથી સમજાવવા માટે ઓડીઓ - વિઝયુઅલ માધ્યમ, જુદી-જુદી રમતો, જુથ ચર્ચા તથા વિવિધ ચિત્રોનો ઉપયોગ કરવામાં આવશે. આ અગાઉ પણ ચૈતન્ય ચેરી.ટ્રસ્ટના ૧૦ બાળકો યુનીસેફ આયોજીત બાળ અધિકારની એક વર્ષની તાલીમમાં ભાગ લઈને જામનગરનું ગૌરવ વધાર્યુ હતું.

વર્કશોપમાં પસંદગી પામનાર બાળકોને સંસ્થાના પ્રમુખ નિલેશ ટોલીયા, મે.ટ્રસ્ટી કાજલ પંડ્યા વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યમાં સહકાર અને પૌષ્ટિક આહાર આપવા તથા વધુ વિગત માટે કાજલ પંડ્યા મો. ૯૪ર૮૯ ૮૬૦ર૬ અથવા હિતેશ પંડ્યા મો. ૭૪૦પ૭ ૭પ૭૮૭ નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription