પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને જામનગર ભાજપના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ

જામનગર તા. ૧૪ઃ ૧૯૫૨ હરિયાણા અંબાલામાં જન્મેલ સુષ્મા સ્વરાજ એક સફળ નેતા અને એક સફળ એડવોકેટ રહ્યા, ૧૯૭૦ ની સાલમાં તેઓએ પોતાની રાજકીય કારકીર્દિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને શરુ કરી, અને ૧૯૭૩ માં તેઓ એ પોતાની વકીલ તરીકેની વ્યવસાયિક કારકીર્દિ શરૃ કરી. ૧૯૭પ માં તેઓ જોર્જ ફર્નાન્ડિસની લીગલ ડિફેન્સ ટીમમાં મહત્ત્વની કામગીરી સોંપાઈ, અને ઈમરજન્સી પછી જયપ્રકાશ નારાયણના નવનિર્માણ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. માત્ર રપ વર્ષની ઉંમરે ૧૯૭૭-૧૯૮ર સુધી તેઓ હરિયાણા વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં, અને દેવીલાલ સરકારમાં તેઓ કેબિનેટ મિનિસ્ટર તરીકે જવાબદારી નિભાવી. ર૭ વર્ષની ઉંમરે તેઓ જનતા પાર્ટી હરિયાણા રાજ્યના અધ્યક્ષ નિયુક્ત થયા. અને ૧૯૮૭થી ૧૯૯૦ દરમિયાન તેઓ હરિયાણા રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જવાબદારી નિભાવી. તેઓ જીવનમાં એક પછી એક રાજકીય સફળતા તરફ આગળ વધતા ગયા.

૧૯૯૦ થી ૧૯૯૬ સુધી તેઓ રાજયસભાના સભ્ય રહ્યાં, તેઓ કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય સૂચના એવાં પ્રસારણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી, અને ૧૯૯૮ માં તેઓ દિલ્હીમાં મુખ્યમંત્રી દરજ્જો પ્રાપ્ત થયા. તેઓના સફળ પ્રયાસોને કારણે ભારતમાં ફિલ્મ નિર્માણને એક ઈન્ડસ્ટ્રીનો દરજ્જો પ્રાપ્ત થયો. તેઓ ર૦૧૪ થી કેન્દ્રીય વિદેશમંત્રી રહ્યાં. રપ વર્ષની ઉંમરથી પોતાની સફળ રાજકીય તથા વ્યવસાયિક જીવન શરૃ કરનાર સુષ્મા સ્વરાજની જીવન એક સંદેશ છે. આવા દિગ્ગજ અને ઉમદા વ્યક્તિત્વની ખોટ હંમેશાં રહેશે. તેઓના નિધનના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જામનગર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, ગુજરાત સરકારના મંત્રી આર.સી. ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિમલભાઈ કગથરા, ધર્મરાજસિંહ જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઈ કરમુર, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષ જોષી, દંડક જડીબેન સરવૈયા, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, શહેર સંગઠન, કોર્પોરેટરો, મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, બક્ષીપંચ મોરચા, લઘુમતી મોરચા, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિ હોદ્દેદારોએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. અખબારી યાદીમાં મીડિયા વિભાગના આશિષ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription