જામ્યુકો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રણજીતનગરમાં, મેયરના હસ્તે ધ્વજવંદન

જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રણજીતનગરમાં કરવામાં આવશે. આ પૂર્વ સાંજે 'રંગ દે બસંતી'નો સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના રણજીતનગરમાં સિવિક સેન્ટર પાછળના વિસ્તારમાં કરવામાં આવશે. સવારે ૯ કલાકે મેયર હસમુખભાઈ જેઠવાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરવામાં આવશે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષ નેતા દિવ્યેશ અકબરી, વિપક્ષના નેતા અલ્તાફ ચકી, શિક્ષણ સમિતિના ચેરમેન વસંત ગોરી અને સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મ્યુનિ. કમિશનર સતિષ પટેલએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

આ પર્વની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ના સાંજે ૮.૩૦ કલાકે તળાવની પાળ એમ્ફી થિયેટરમાં 'રંગ દે બસંતી' કાર્યક્રમ મારફત શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વીરજવાનોને સલામી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મેયર હસમુખ જેઠવા, રાજ્ય સરકારના મંત્રી આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા ઉપસ્થિત રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription