મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

જામજોધપુરની સહકારી બેંકોમાં મેનેજરની જામીન મુક્તિ કૌભાંડ

જામનગર તા. ૧૨ઃ જામજોધપુરની જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના મેનેજર ગિરીશ પી. ભટ્ટ તથા કેશીયરે કેટલાક ફિક્સ ડિપોઝિટ ધારકોની ડીપોઝીટ બારોબાર વટાવી લેવાની ફરિયાદ પોલીસમાં થતા પોલીસે ગુન્હો નોંધી આરોપી ગિરીશ ભટ્ટ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. તે પછી આરોપી મેનેજરએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા તપાસનિસ અધિકારીએ સોગંદનામું રજુ કર્યું હતું.

તેમાં તેઓએ જણાવ્યા મુજબ આરોપી મેનેજરે ૨૨૦ ઉપરાંત ફીક્સ ડિપોઝિટમાં મેનેજર તથા એકાઉન્ટન્ટ તરીકે સહી કરી હતી. તેણે જુગારમાં મોટી રકમ હારી જવાના કારણે આ કૌભાંડ કર્યું હતું, બેંકનો લોગો તથા બેંકની રસીદો જાતે બનાવી હતી, તેમાં ખોટા સહી-સિક્કા કરી તેણે નાણા હડપ કર્યા છે. તેની સામે આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી બેંકના મેનેજરના ચાર્જમાં છે. તેઓ કેશીયર નથી, જેથી આ તમામ ઉચાપત આરોપીએ કરી હોય તે વાત માનવાને પાત્ર નથી. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી મેનેજર ગિરીશ ભટ્ટને રૃા. ૧૫ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો.  જે આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription