ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં સજાનો હુકમ સ્થગિતઃ આરોપીઓની જામીન મુક્તિ

જામનગર તા. ૧૨ઃ જામજોધપુરના કસ્ટોડીયલ ડેથ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ અધિકારી, કર્મચારીઓને સેશન્સ કોર્ટે સજા ફટકાર્યા પછી આરોપીઓએ હાઈકોર્ટમાં સજાના હુકમ સામે અપીલ નોંધાવતાં હાઈકોર્ટે તેઓની અપીલ સ્વીકારી સજાનો હુકમ સ્ટે કરી તેઓને જામીન મુક્ત કર્યા છે.

જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસની વધુ વિગત મુજબ વર્ષ-૧૯૯૦ માં ભારત બંધના એલાન નિમિત્તે થયેલી તોડફોડ અન્વયે પોલીસે ૧૩૩ વ્યક્તિઓની ટાડા હેઠળ ધરપકડ કરી હતી. જેમાંના એક પ્રભુદાસ માધવજી વૈશ્નાણી નામના યુવાનનું જામીન મુક્ત થયા પછી મૃત્યુ થતા તેઓના ભાઈ અમૃતલાલ માધવજીએ તેઓનું મૃત્યુ પોલીસના મારના કારણે થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ ગુન્હામાં તત્કાલીન આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિત સાત પોલીસ કર્મચારી સામે ગુન્હો નોંધાયો હતો.

આ કેસ ચાલી જતા ર૯ વર્ષ પછી અદાલતે આરોપીઓને જુદી-જુદી કલમો હેઠળ તકસીરવાન ઠરાવી સજા ફટકારી હતી. સજાના હુકમ સામે પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ નોંધાવી જણાવ્યું છે કે, મૃત્યુ પામનારના શરીર પર લેશમાત્ર ઈજા આવેલી ન હતી, ર૯ વર્ષના સમય પછી કોર્ટમાં ફરિયાદી અને અન્ય સાહેદો - આરોપીઓને ઓળખી બતાવે તે શંકાસ્પદ છે, સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા યોગ્ય નથી. હાઈકોર્ટે આરોપીઓની અપીલ સ્વીકારી તેઓને અપાયેલી સજાનો હુકમ સ્ટે કરી તેઓને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ હર્ષદ ભટ્ટ, નારણભાઈ ગઢવી, વિમલ રૃપાપરા, ભાવેશ ગઢવી વિગેરે રોકાયાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription