જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

કાશ્મીરમાં ફરજ પર હાજર થવાનો હુકમ મળતા જામખંભાળિયાના જવાનના પત્નીની આત્મહત્યા

ખંભાળિયા તા.૧૮ ઃ ખંભાળિયા સ્થિર પોતાના વતનમાં એક મહિનાની રજા પર આવેલા આર્મીના જવાનને તાત્કાલિક ફરજ પર કાશ્મીરમાં હાજર થવાનો હુકમ થતાં ચિંતામાં ગરકાવ બનેલા તેમના પત્નીએ પતિને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાે હતો. પોતાના ઘર કરતા દેશની સુરક્ષા માટે ફરજ પર હાજર થવા તૈયાર થતાં જવાનના પત્નીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી પ્રસરી ગઈ છે. લગ્નની બીજી એનિવર્સરીના દિને જ આ બનાવ બનતા જવાને જીવનસંગીની ગૂમાવી છે.

ગયા ગુરૃવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં ચાલીસથી વધુ સીઆરપીએફ જવાનોનો ભોગ લેવાયો છે ત્યારે સર્જાયેલા તંગ વાતાવરણ વચ્ચે હાલમાં રજા પર ગયેલા તમામ લશ્કરી જવાનોને ફરજ પર હાજર થઈ જવાનો હુકમ કરવામાં આવ્યો છે. ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રસિંહ અમરસંગ જેઠવા (ઉ.વ.ર૯) પણ આર્મીમાં ફરજ બજાવે છે. આ જવાનની હાલમાં કાશ્મીરમાં નિયુક્તિ કરવામાં આવી છે, પરંતુ તેઓ એક મહિનાની રજા મેળવી વતન ખંભાળિયામાં આવ્યા હતા.

આ જવાનને પણ શનિવારે લશ્કરી તંત્ર દ્વારા સૂચના મળી ગઈ હતી કે જેમ બને તેમ જલદી તેઓ પોતાના ફરજના સ્થળ કાશ્મીરમાં હાજર થઈ જાય તેથી ભૂપેન્દ્રસિંહએ પરત જવાની તૈયારીઓ આરંભી દીધી હતી. હજુ આગલા દિવસે જ કાશ્મીરના પુલવામા સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાના અહેવાલથી ભૂપેન્દ્રસિંહના પત્ની મીનાક્ષીબા (ઉ.વ.ર૮) હચમચી ગયા હતા અને તેમાંય કાશ્મીરના ગુલમર્ગમાં ફરજ બજાવતા પોતાના પતિ ભૂપેન્દ્રસિંહને યુદ્ધના ધોરણે ફરજ પર હાજર થવાનો આદેશ મળતા આ મહિલા ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.

તેઓએ પતિને ફરજ પર ન જાવ તો ન ચાલે? તેમ પૂછયું હતું, પરંતુ દેશભક્તિને વરેલા અને પોતાની ફરજ પ્રત્યે સંનિષ્ઠ પતિ ભૂપેન્દ્રસિંહએ આવી પરિસ્થિતિમાં ફરજ પર જવું જ પડે તેમ કહેતા હજુ બે વર્ષ પહેલા જ ભૂપેન્દ્રસિંહનું પાનેતર ઓઢી સાસરે આવેલા મીનાક્ષીબા સુનમુન બની ગયા હતા.

આ મહિલાએ શનિવારે રાત્રે જ્યારે તેઓનો પરિવાર સૂવા ગયો તે પછીથી રવિવારની સવારના નવ વાગ્યાના સમય પહેલા કોઈપણ સમયે પોતાના ઓરડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેની સવાર પડયે પતિને જાણ થતા જેઠવા પરિવાર શોકમગ્ન બન્યો છે. વર્ષાે પહેલા આર્મીમાં જોડાયેલા ભૂપેન્દ્રસિંહ આઠેક વર્ષ પહેલા કાશ્મીરના ગુલમર્ગમાં જ ફરજ નિયુક્ત હતા ત્યારે અકસ્માતે તેઓની સૈનિક ટૂકડી પર બરફનો પહાડ તૂટી પડયો હતો અને તે દુર્ઘટનામાં ભૂપેન્દ્રસિંહનો માંડ માંડ બચાવ થયો હતો ત્યારે જ આવી પરિસ્થિતિ ફરીથી સર્જાશે તો પોતાનું શું થશે? તેવી ચિંતામાં મીનાક્ષીબાએ આત્મઘાતી પગલું ભરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલા પોલીસ કાફલાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી પતિ ભૂપેન્દ્રસિંહ જેઠવાનું નિવેદન નોંધ્યું છે.

આ બનાવની કરૃણતા એ છે કે, જૂનાગઢના કેશોદના બાલા ગામના મહિપતસિંહ કેશુભા રાયજાદાના પુત્રી મીનાક્ષીબાના અને તેમના અન્ય બે બહેનોના ભૂપેન્દ્રસિંહ અને તેમના બે ભાઈઓ સાથે લગ્ન થયા હતા. ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે શનિવારે જ મીનાક્ષીબા અને ભૂપેન્દ્રસિંહની મેરેજ એનીવર્સરી હતી. શનિવારની રાત્રિએ જેઠના પુત્રને રમાડી આ મહિલા સૂવા માટે ગયા તે પછી તેઓએ આ પગલું ભર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription