શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

જામજોધપુરના બગધરાની યુવતીને સાસરીયાનો ત્રાસ

જામનગર તા. ૨૬ઃ જામજોધપુરના બગધરા ગામની યુવતીના લગ્ન રાજકોટના સુપેડી ગામમાં થયા પછી પતિ સહિત સાત સાસરીયાએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા તેણીએ પોલીસનું શરણ લીધું છે.

જામજોધપુર તાલુકાના બગધરા ગામના સવીતાબેન ભીખાભાઈ બાબરીયા નામના ૨૮ વર્ષીય દલીત યુવતીના લગ્ન રાજકોટ જિલ્લાના સુપેડી ગામના કિશન રમણીકભાઈ કટારીયા સાથે થયા પછી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.

આ પરિણીતાએ પતિ કિશન, સસરા રમણીકભાઈ નાથાભાઈ કટારીયા, સાસુ જયાબેન, મનિષાબેન કેતનભાઈ મકવાણા, મલીબેન નાથાભાઈ કટારીયા, સુનિતાબેન જયેશભાઈ વિંઝુડા તથા પાર્વતીબેન પંકજભાઈ ડાભીએ નાનીનાની બાબતોમાં મેણાટોણા મારી એકબીજાને ચડામણી કરી પતિ પાસે માર ખવડાવ્યો હતો તે પછી સાતેક મહિના પહેલા ઉપરોક્ત પરિણીતાને સાસરીયાઓએ ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની પિયર પરત ફરેલા સવિતાબેને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription