મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

વાડીનારમાં આઈઓસીની ઓઈલ પાઈપલાઈનમાં લીકેજઃ આગ ભભૂકી

વાડીનાર તા. ૨૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનારમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા તાજેતરમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં લીકેજ થયેલી પાઈપલાઈનમાં આગ ફાટી નીકળે તો કરવાની થતી કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ગણતરીની મિનિટોમાં આટોપી તંત્રએ સર્તકતા દર્શાવી હતી.

વાડીનારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા ગઈ તા. ૧૮-૩ના દિને યોજાયેલી મોકડ્રીલ પહેલાં જાહેર કરાયું હતું કે વાડીનારથી સલાયા વચ્ચેની પાથરવામાં આવેલી ઓઈલની પાઈપલાઈનમાં લીકેજ થઈ ગયું છે અને તેમાં આગ લાગી છે. ઉપરોક્ત અહેવાલ અપાતા જ ખંભાળીયાના ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, જિલ્લાના અધિકારીઓ, સીઆઈએસએફના જવાનો, સ્થાનિક પોલીસનો કાફલો, ખંભાળીયાથી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ તેમજ બીઓઆરએલ, રિલાયન્સ કંપની, ન્યારા એનર્જી, જીએસપીસી, જીએસઈસીસી, દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી, ખંભાળીયા નગરપાલિકાના ફાયરફાયટરો દોડ્યા હતાં તેમજ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ત્યારપછી જ્યારે લીકેજ અટકાવી દેવામાં આવ્યું અને આગ કાબૂમાં લઈ લેવામાં આવી ત્યારે ઉપરોક્ત કામગીરી મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription