જામનગરમાં માંડવી ટાવરથી ચાંદી બજાર ચોક સુધીના માર્ગને ઐતિહાસિક નામ આપવા રજૂઆત

જામનગર તા. ૧૩ઃ તાજેતરમાં શ્રી રાજપૂત ઉત્કર્ષ સંઘ દ્વારા જામનગરના માંડવી ટાવરથી ચાંદીબજાર ચોક સુધીના માર્ગને 'રાજ દિવાન નોંઘણીજી ખીમલિયાજી રાઠોડ માર્ગ' નામ આપવા માટે મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, નોંઘણજી ખીમલિયાજી રાઠોડ નવાનગર સ્ટેટના પ્રથમ રાજ દિવાન હતાં. માન્યતા છે કે તેમણે જ માંડવી ટાવરવાળી ઈમારતમાં રાજવહીવટનું કાર્ય આરંભ કરાવ્યું હતું. ભૂપતસિંહ ચૌહાણની આગેવાનીમાં દિપસિંહ રાઠોડ, માધુભા દેવાજી રાઠોડ, મહિપાલસિંહ રાઠોડ, જયદિપસિંહ ચૌહાણ, કિશનભાઈ આશર વગેરે દ્વારા મેયર હસમુખભાઈ જેઠવાને આવેદન પાઠવી માંડવી ટાવરથી ચાંદીબજાર ચોક સુધીના માર્ગને ઐતિહાસિકનામ આપવા રજૂઆત કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription