ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

બેંક ગેરન્ટીની વસૂલાત સામે નગરની પેઢીને વચગાળાની રાહત

જામનગર તા. ૧પઃ જામનગરની ગોલ્ડ સ્ટાર પાવર લિમિટેડ કાું. સાથે હૈદરાબાદની અમરારાજા બેટરીઝ લિ. કાું.એ વ્યવસાય શરૃ કર્યા પછી ગોલ્ડ સ્ટાર કંપનીની રૃપિયા ૭૯ લાખ જેટલી રકમની જુદી-જુદી ચાર બેંક ગેરન્ટીઓ વસૂલી લેતા જામનગરની કંપનીના મેને. ડાય. નવનીત પણસારાએ જામનગરની અદાલતમાં ફરિયાદ પછી હાઈકોર્ટમાં એકતરફી કામચલાઉ મનાઈહુકમ માગવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તે હુકમ આપ્યો હતો. તે દરમિયાન અમરારાજા બેટરીઝએ બન્ને પક્ષકારો વચ્ચે થયેલી સમજુતી મુજબ તિરૃપતિ, હૈદરાબાદમાં કેસ ચલાવવાનો થતો હોય, હકુમત ન હોવાની રજૂઆતના પગલે સ્થાનિક અદાલતે કેસ પરત કરવાનો હુકમ કર્યો હતો. તેની સામે જામનગરની પેઢીએ કાનૂની આંટીઘૂંટી વચ્ચે સ્થાનિક અદાલતના હુકમને ફરીથી હાઈકોર્ટમાં પડકારતા અદાલતમાં બેંક ગેરન્ટીની વસૂલાત તા. ૧૦ સુધી કરવા અમરારાજા બેટરીઝે શરણાગતિ સ્વીકારી હતી. જામનગરની પેઢી તરફથી વકીલ મહેશ તખ્તાણી રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription