મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

જામનગરમાં અસહ્ય બફારોઃ ભેજનું પ્રમાણ ૯૪ ટકાઃ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી

જામનગર તા. ૧રઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧૦ ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા થઈ ગયું હતું જેના પગલે અસહ્ય બફારાથી નગરજનો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતાં. આકરા તાપ અને બફારા વચ્ચે પિશાતી પ્રજા હવે ભગવાન પાસે વહેલા વરસાદની પ્રાર્થના કરી રહી છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમન ૩૮ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 'વાયુ' વાવાઝોડાના પગલે હવામાનમાં પલટો આવ્યો છે. ધાબળિયા વાતાવરણ વચ્ચે આજે સવારે પવનની ગતિ ઘણી જ ઓછી થઈ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આકરો તાપ પડી રહ્યો છે તેમજ પલટાયેલા હવામાનના પગલે ભેજનું પ્રમાણ ૯૩ ટકા કરતા પણ વધારે રહ્યું હતું. પવનની ગતિ ઘટી જતા તથા આકરા તાપ અને અસહ્ય બફારાથી જનતા પરસેવે રેબઝેબ થઈ અકળાઈ ઊઠી હતી. આકરા તાપ અને અસહ્ય બફારા વચ્ચે પિસાતી જનતા વરસા ઝડપથી વધુ માત્રામાં આવે તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી રહી છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન અડધા ડીગ્રીના આંશિક વધારા સાથે ર૮.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription