ત્રણ વર્ષના બદલે એક વર્ષ જ ગામડામાં ડોક્ટર તરીકે સેવા આપવી પડશેઃ નીતિન પટેલ

ગાંધીનગર તા. ૧૪ઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે પ્રેસકોન્ફરન્સ યોજીને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે.

હાલ રાજ્યની મેડિકલની પ,૩૬૦ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ ૧ર,૦પપ એટલે કે  ર૮ ટકા જગ્યાઓ ખાલી છે. તો બીજી તરફ આજે રાજ્ય સરકારે એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં સેવાનો સમય ૩ વર્ષથી ઘટાડીને એક વર્ષ કર્યો છે. જેને પગલે તબીબોની ઘટમાં વધુ વધારો થઈ શકે છે.

આરોગ્યમંત્રી નીતિન પટેલે એક પ્રેસકોન્ફરન્સ યોજીને આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકારી લાભ મેળવીને એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓએ હવે પાંચ લાખના બોન્ડ અને ૧પ લાખની ગેરંટી આપવી પડશે. એમ કુલ રૃપિયા ર૦ લાખની ગેરંટી રૃપિયા ૩૦૦ ના સ્ટેમ્પ પર આપવી પડશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ વર્ષને બદલે એક વર્ષની સેવા આપવી પડશે. બોન્ડ માટે સંબંધિત વિદ્યાર્થીઓ બેંક ગેરંટી તરીકે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૃપિયા ૪૦ કરોડથી વધુ ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ શિડ્યુલ બેંકોની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૃપિયા ૪૦ કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ નાગરિક સહકારી બેંકની ગેરંટી આપવાની રહેશે. તેમજ જે વિદ્યાર્થી અતિ ગરીબ હોય અને તેના માતા-પિતા કે પરિવાર પાસે કોઈ મિલકત ના હોય કે બેંક ગેરંટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટી રજૂ કરવામાંથી મુક્તિ મળશે.

તેમણે કહ્યું કે, મેડિકલમાં બોન્ડ સિસ્ટમ ચાલુ રહેશે, પરંતુ તેમાં હવે પાંચ લાખ રૃપિયાના બોન્ડ સાથે ૧પ લાખ રૃપિયા ગેરંટી પેટે આપવા પડશે. જો કોઈ ડોક્ટર ગામડામાં ૧ વર્ષની સેવા ન આપે તો આ રૃપિયા સરકારમાં જમા થશે.

તેમણે કહ્યું કે, આવા ડોક્ટરોને ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે નહીં. આ નિયમો સરકારી મેડિકલ અથવા સરકારી સહાય ધરાવતી કોલેજોમાં ડીગ્રી મેળવનારને લાગુ પડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription