જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

આરંભડામાં પાંચ શખ્સોએ યુવાનની નિપજાવી હત્યાઃ બે પર જીવલેણ હુમલો

જામનગર તા.૧૮ ઃ ઓખામંડળના આરંભડામાં ગઈકાલે એક શખ્સ સાથે ઝઘડો થયા પછી તેના આખા ગામને ગાળો ભાંડતા શખ્સને વારવા જતાં દેવપરાના એક યુવાનની આ શખ્સ તથા તેના ચાર સાગરિતોએ હત્યા કરી નાખી છે. ભોગ બનનારના બે મિત્રોને પણ ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે પાંચેય હુમલાખોરોની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ઓખામંડળમાં ચકચાર જગાવનાર આ બનાવની વધુ વિગત મુજબ દ્વારકા તાલુકાના આરંભડા નજીકના દેવપરા ગામમાં રહેતા સન્ની માણશીભા માણેક નામના યુવાન સાથે આરંભડાની સીમમાં ગાયત્રીનગરમાં રહેતા ભરતભા કાળુભા જડિયા ઉર્ફે કાલા તથા ભરતભા પોલાભા સુમણિયા નામના બે શખ્સોને ગઈકાલે કોઈ બાબતે બોલાચાલી થયા પછી આરંભડામાં આવેલી આંખની હોસ્પિટલ નજીક આ બન્ને શખ્સો આખા ગામને સંબોધીને બીભત્સ ગાળો ભાંડતા હતા.

આ વેળાએ ત્યાંથી પસાર થયેલા દેવપરા ગામના રાજેશભા મુળુભા સુમણિયા તથા તેના મિત્ર ગગાભા નુંધાભા માણેક અને સુરેન્દ્રએ આવી રીતે સામૂહિક ગાળો બોલવાની ના પાડતા ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા ભરત ઉર્ફે કાલા, રવુભા અરજણભા માણેક, ભરતભા પોલાભા, સુનિલભા કાળુ જડિયા તથા લખુભા ગગજીભા જામ નામના પાંચ શખ્સોએ બીજાનો ઝઘડો પડતો મૂકી રાજેશભા, ગગાભા તથા સુરેન્દ્ર પર તલવાર, છરી વડે જીવલેણ હુમલો કર્યાે હતો જેના કારણે ગંભીર ઈજા પામેલા રાજેશભાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સુરેન્દ્રને વાંસામાં અને ગગાભાને છાતીના ભાગે છરી ઘૂસી ગઈ હતી. બનાવના સ્થળે ત્રણેય યુવાનો લોહીલોહાણ બની ઢળી પડયા હતા. હુમલાખોરો તેઓને પડતા મૂકી પોબારા ભણી ગયા હતા. બનાવની જાણ થતા મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચંદ્રકલાબા જાડેજા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે રાજેશભાના મૃતદેહને પી.એમ. માટે ખસેડી ગગાભા નુંધાભાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ત્યાર પછી પોલીસે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં ઉપરોકત પાંચેય શખ્સો મોડીસાંજે ગિરફતમાં આવી ગયા હતા. તેઓની ધરપકડ કરી પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription