ખાનગી કંપનીના બોગસ લેટરપેડ પર ડોનેશન ઉઘરાવતા શખ્સની ધરપકડ

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયા પાસે આવેલી એક ખાનગી કંપનીના બોગસ લેટરપેડ તૈયાર કરાવી ડોનેશન ઉઘરાવતા બેંગ્લોરના શખ્સ સામે ફરિયાદ નોંધાવાયા પછી સાયબર સેલે આરોપીની બેંગ્લોરમાંથી ધરપકડ કરી છે.

ખંભાળીયા નજીક આવેલી નયારા એનર્જી કં૫નીના ખોટા લેટરપેડ અને સ્ટેમ્પમાં સહી કરી તેના નામે ફાળો ઉઘરાવાતો હોવાની કંપનીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ બેંગ્લોરના ઉદયન દિલીપ ગુપ્તા નામના શખ્સનું નામ આપી તેની ઓફિસ-મોજો વોક્સ ઈન્ડિયા પ્રા. લિ. હોવાનું જણાવ્યું હતું.

આ કેસની તપાસ સાયબર સેલ-દેવભૂમિ દ્વારકાને સોંપવામાં આવતા પીએસઆઈ એ.આર. ગોહિલ તથા સ્ટાફના શક્તિરાજસિંહ જાડેજા, ધરણાંતભાઈ, નરેન્દ્રસિંહ રાઠોડે તપાસ શરૃ કરી હતી. જેમાં આરોપી પોતાની કંપનીને ડોનેશન આપવા માટે જે-તે કંપનીના લેટરપેડમાં ચેડા કરી બીજી કંપનીને જુદા જુદા પ્રલોભન આપી સહમત બનાવતો હોવાનું અને મીડીયેટર તરીકે રકમની માંગણી કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ અગાઉ પશ્ચિમ બંગાળમાં ડ્રગ્સના  એક ગુન્હામાં ઝડપાયા પછી ખોટી કંપનીઓ ખોલી છેતરપિંડી કરતો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું. આ આરોપીને બેંગ્લોરથી અટકાયતમાં લઈ દ્વારકા સાયબર સેલે ખંભાળીયા ખસેડ્યો છે. આ આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription