આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ભારત-ઓસી. ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ભારતના ૯ વિકેટે ૨૫૦ રનઃ ચેતેશ્વરની સદી

એડીલેડ તા. ૬ઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરૃ થયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતના નવ વિકેટે ૨૫૦ રન થયા હતાં.

પૂજારાએ ૨૪૬ દડામાં ૭ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૨૩ રન કર્યા હતાં. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતના ટોચના બેટધરો લોકેશ રાહુલ (૨ રન), મુરલી વિજય (૧૧ રન), કોહલી (૩ રન), રહાણે (૧૩ રન) અને રોહિત શર્મા (૩૭ રન), સસ્તામાં આઉટ થઈ જતાં ભારતનો ધબડકો થયો હતો અને એક તબક્કે ભારત માત્ર ૮૬ રનના જુમલે પાંચ મહત્ત્વની વિકેટો ગુમાવી બેઠું હતું.

પરંતુ એક છેડેથી ચેતેશ્વર પૂજારાએ ખૂબ જ સંભાળપૂર્વક રમત રમીને રૃષભ પંત, અશ્વિન, ઈશાંત જેવા પૂંછડીયા ખેલાડીઓ સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારીઓ કરીને ભારતના જુમલાને કંઈક અંશે સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. છેલ્લા સમાચાર પ્રમાણે ભારતે ૯ વિકેટે ૨૫૦ રન કર્યા છે.

પૂજારાએ રોહિત શર્મા સાથે ૪૫ રન, પંત સાથે ૪૧ રન, અશ્વિન સાથે ૬૨ રન અને ઈશાંત સાથે ૨૧ રનની ભાગીદારી નોધાવી હતી. તેણે શાનદાર સદી ફટકારી હતી. પંતે ૨૫ રન, અશ્વિને ૨૫ રન કર્યા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, હેઝલેવુડ, કમીન્સ તથા લીયોને બબ્બે વિકેટો ઝડપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00