ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

આધાર કાર્ડમાં ફેરફાર માટેના ચાર્જમાં વધારોઃ નોંધણી ચાર્જ રૃા. પ૦ કરાયો

નવી દિલ્હી તા. ૧૧ઃ આધાર કાર્ડની નોંધણી અને અન્ય ફેરફારો માટેના ચાર્જમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દરમાં યુઆઈડીએસઈ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. સરકારના એક જાહેરનામા પછી યુઆઈડીએ આ નિર્ણય લીધો છે. ૧ જાન્યુઆરીથી કોઈપણ પ્રકારના નવા ફેરફાર મો નવાદરે પેમેન્ટ કરવાનું રહેશે. હવે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે રૃા. ૧૦૦ ચૂકવવા પડશે.

આ ઉપરાંત, સરનામું અને ફોન નંબર બદલવા માટે રૃા. પ૦૦ નો ચાર્જ લાગશે. અગાઉ આ કામ માટે માત્ર રૃા. ૩૦ નો ચાર્જ લેવાતો હતો. આ ઉપરાંત ઈ-કેવાયસી માટે રૃા. ૩૦ ચૂકવવાના રહેશે. જો તમે આધાર કાર્ડની એ૪ સાઈઝના પેપરની રંગીન પ્રિન્ટ કરાવો છો તો તમારે રૃા. ૩૦ ચૂકવવા પડશે.

આ સાથે જ યુઆઈડીએઆઈએ જણાવ્યું છે કે, તેના કરતા વધુ ફી લેવી પણ ગેરકાયદે ગણાશે. આધાર કાર્ડની નોંધણી કરાવા માટેની રકમમાં પણ વધારો કરાયો છે. ૧ જાન્યુઆરી, ર૦૧૯ પહેલા આધાર કેન્દ્ર પર કોઈપણ પ્રકારના ફેરફાર માટે રૃા. પ૦ ચૂકવવા પડતા હતાં. હવે તેને વધારીને રૃા. ૧૦૦ નો દર કરવામાં આવ્યો છે.

વર્તમાનમાં આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના ફેરફાર અને નવું બનાવવા માટે તમામ બેંકો અને પોસ્ટ ઓફિસને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના દર વધારાના આ નિર્ણયથી બેંકો અને પોસ્ટ ઓફિસને ઘણો ફાયદો થશે. અગાઉ ગ્રામ્ય સ્તરે કોમન સર્વિસ સેન્ટરની રચના કરવામાં આવી હતી અને અહીં જ આધાર સંબંધિત તમામ કામ કરવામાં આવતા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription