આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

વીડિયોમાં ભગવા રંગે રંગાયેલા ભારતના નક્શામાંથી પાક. અધિકૃત કાશ્મીર જ ગાયબ!

ગાંધીનગર તા. ૬ઃ મુખ્યમંત્રીના કાર્યાલયે તૈયાર કરેલા એક વીડિયોમાં ભગવા રંગે રંગાયેલા ભારતના નક્શામાં  પાક. અધિકૃત કાશ્મીર જ ગાયબ હોવાથી ચકચાર જાગી છે.

રાજ્યમાં સ્થપાનારી દેશની સૌ પ્રથમ બાયોટેકનોલોજિકલ યુનિવર્સિટીને લગતો એક વીડિયો સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ગઈકાલે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક સ્થળે વર્લ્ડ મેપમાં ભારતના ભગવા રંગના નક્શામાંથી પાકિસ્તાનના કબજા હેઠળના  કાશ્મીરના ભાગને જ ગાયબ કરી નાખવામાં આવ્યો છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચકચાર જાગી છે.

રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યનો ર૬ જિલ્લાવાળો જુનો નક્શો છપાતો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યાને હજી એક અઠવાડિયું માંડ થયું છે, ત્યાં રાજ્ય સરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને ભારતના નક્શામાંથી બાકાત કરીને ફરી વખત આવો છબરડો વાળ્યો છે! સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં એક સ્થળે વર્લ્ડ મેપમાં ભગવા રંગથી બ્લિન્ક થતો ભારતનો નક્શો દર્શાવવામાં આવ્યો છે. જેમાં પાક અને ચીન અધિકૃત કાશ્મીર  ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે આ વીડિયોની શરૃઆતમાં લીલા રંગથી દર્શાવેલા ભારતના વિવિધ રાજ્યોના નક્શામાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતનો ભાગ તો ગણાવાયું છે, પણ તેને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે અલગ દર્શાવેલા ભાગ હાલ પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00