ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

રાજ્યમંત્રી પરસોત્તમ રૃપાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૧પઃ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 'લીલવતી નેતરક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર'નો ઉદ્ઘાટન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. કેન્દ્રના રાજ્યમંત્રી પરસોત્તમ રૃપાલા (કૃષિ, ખેડૂત, કલ્યાણ અને પંચાયત રાજ) ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મનસુખ મેઘજી દોઢિયા (પ્રમુખ, ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ) અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતાં.

૮૦ બેડની સુવિધા ધરાવતી આ નેચર ક્યોર રિસર્ચ એન્ડ યોગા સેન્ટર આંતરરાષ્ટ્રીય ધારાધોરણની સુવિધાઓ ધરાવે છે. આ પ્રસંગે મેયર હસમુખ જેઠવા, ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, ટ્રસ્ટના ચેરમેન કાંતિલાલ એલ. હરિઆ, મેનેજિંગ ટ્રસ્ટી રમણિકલાલ કે. શાહ, સેન્ટરના પ્રેરણા સ્ત્રોત લીલાવતીબેન આર. શાહ, માનદ્મંત્રી ચંદુલાલ આર. શાહ,  ટ્રસ્ટીઓ જયંતિલાલ એલ. હરિઆ, મોહનલાલ જી. ગોસરાણી, કેશવજી એમ. ગોસરાણી, શાંતિલાલ નાગડા, મનિષભાઈ હરિઆ, ભરતેષ કે. શાહ, અલ્કાબેન મારૃ, રમેશ કેશવજી શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની શરૃઆત ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટરની તકતીનું અનાવરણ મંત્રી પરસોત્તમ રૃપાલાના હસ્તે સંપન્ન થયું હતું. તેમજ અન્ય બિલ્ડીંગોના ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યા હતાં.

કેમ્પસ ટુરની માહિતી પાર્થભાઈ દવે દ્વારા વિશાળ સેન્ટરની મુલાકાત લેતા અગ્રણીઓને આપવામાં આવી હતી. એડમીન બ્લોક્સનું ઉદ્ઘાટન લીલાવતી રમણિકલાલ શાહ પરિવાર દ્વારા સંપન્ન થયું હતું. ફિમેલ થેરાપી સેક્શનનું ઉદ્ઘાટન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. યોગા સ્ટુડિયોનું ઉદ્ઘાટન ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ મનસુખ મેઘજી દોઢિયા દ્વારા થયું હતું. સ્યુટ્સ રૃમનું ઉદ્ઘાટન મંત્રી પરસોત્તમ રૃપાલાના હસ્તે સંપન્ન થયું હતું. પંચકર્મ વિભાગનું ઉદ્ઘાટન ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન કાંતિભાઈ હરિઆના હસ્તે થયું હતું.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. જામનગરથી ૧ર કિ.મી.ના અંતર લાખાબાવળ ગામમાં આવેલ આ નેચરક્યોર સેન્ટરનું કેવળ જામનગરની પણ સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશથી પધારતા લોકો માટે અત્યંત ઉપયોગી બનશે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન આપતા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મનિષભાઈ હરિઆએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ સાથેનો મજબૂત નાતો આપણને મૂળ સાથે જોડી દે છે. અન્ય મહેમાનોનો પરિચય આપ્યો અને સમગ્ર અતિથિઓનો સવિશેષ આદર કર્યો હતો. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી કેશવજીભાઈ ગોસરાણીએ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિશે માહિતી આપી હતી.

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રમણિકલાલ કે. શાહે 'લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર' અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. સાંસદ સભ્ય પૂનમબેન માડમે પોતાના પ્રવચનમાં નારી સશક્તિકરણ સાથે સ્વાસ્થ્ય માટે અગ્રતા આપવા કહ્યું હતું.

ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ મનસુખભાઈ મેઘજી દોઢિયાએ પ્રેરક પ્રવચન આપ્યું હતું. મંત્રી પુરૃષોત્તમ રૃપાલાએ પ્રેરક ઉદ્બોધનમાં આજે મોબાઈલના વધતા જતા ઉપયોગ સામે લાલબત્તી ધરી હતી. તો કુદરતી જીવન પદ્ધતિ આપણે વિસરી ગયા છીએ. માટે જાતજાતના રોગો શરીરમાં પ્રવેશ કરે છે તે વિશે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'માણસ ઉગતો સૂરજ જોતો નથી અને એટલે જ બીમાર પડે છે'- ટૂંકમાં પ્રાતઃકાળે જાગી જનાર, સૂર્યના કિરણોને ઝીલી લેનાર માણસ જલદીથી બીમાર પડતો નથી. આપણે આપણી આ સંસ્કૃતિ તરફ પાછું વળવું જ પડશે. કાર્યક્રમના અંતે આભારવિધિ માનદ્મંત્રી ચંદુભાઈ આર. શાહ દ્વારા કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription