જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

અધૂરા મહિને માતાના પેટમાંથી લપસી પડેલા બાળકને '૧૦૮'એ આપ્યું નવજીવન

જામનગર તા. ૧૮ઃ જામનગર નજીકના સિક્કામાં શનિવારની રાત્રે એક સગર્ભાનો અકસ્માતે પગ લપસ્યા પછી અધૂરા મહિનાનું બાળક તેણીના પેટમાંથી લપસી પડયું હતું. એક તબક્કે મૃત સમજી લેવાયેલા આ બાળકને ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમની જહેમતના કારણે જીવન મળવા પામ્યું છે. આ પરિવારે ૧૦૮ ટીમનો આભાર વ્યક્ત કર્યાે હતો.

જામનગર તાલુકાના સિક્કામાં આવેલી તિરૃપતિ સોસાયટીમાં રહેતા કરીનાબેન નામના પ્રસુતા શનિવારે રાત્રે પોતાના ઘરે બાથરૃમ જવા માટે ઉભા થયા ત્યારે બાથરૃમમાં તેઓનો પગ લપસતા તેમના પેટમાં રહેલું અધૂરા મહિનાના પોષણવાળું બાળક સરકી પડયું હતું તેથી આ મહિલાએ ચીસ પાડી હતી.

આ વેળાએ ઘરમાં હાજર અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. તેઓએ આ બાળકના શ્વાસ વગેરે ચેક કરતા હલનચલન જોવા મળ્યું ન હતું. આથી ભારે ગમગીની વચ્ચે આ બાળકને મૃત સમજી દફનાવવાની તૈયારી કરવામાં આવી હતી. આ વેળાએ જ પરિવારના એક વ્યક્તિએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તે લોકેશનમાં રહેલી એમ્બ્યુલન્સના પાયલોટ અતુલભાઈ તથા ઈએમટી ધ્રુવ પંડયા તાત્કાલિક દોડી ગયા હતા. તેઓએ આ બાળકને બેભાન જેવી અવસ્થામાં જોઈ શ્વાસ તથા ધબકારા બંધ હોવાનું મહેસૂસ કર્યું હતું તેમ છતાં ૧૦૮ની ટીમે આ બાળકને કૃત્રિમ શ્વાસ અને સીપીઆર આપતા બાળકના શ્વાસ તથા ધબકારા શરૃ થયા હતા જેના પગલે આ પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.

ત્યાર પછી ૧૦૮ની ટીમે આ બાળકને યુદ્ધના ધોરણે જામનગરની જી.જી. હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં પહોંચાડી દેતા ફરજ પરના તબીબોએ આ બાળકની સારવાર આરંભી હતી. થોડા કલાકોની સારવાર પછી આ બાળકને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી હતી જે બાળકને મૃત સમજવામાં આવ્યું હતું અને એક તબક્કે તેના શ્વાસ અને ધબકારા બંધ જોવા મળ્યા હોવા છતાં એમ્બ્યુલન્સના સ્ટાફે હિમ્મત ન હારી પ્રયત્નો કરતા આ બાળક જીવિત રહેવા પામ્યું છે અને તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આમ, જામનગર ૧૦૮ની ટીમે એક બાળક અને તેના પરિવારને નવજીવન આપ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription