સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

લાંબા બંદરમાં ભોપા રબારી સમાજના તૃતીય સમૂહ લગ્ન તેમજ પાટોત્સવનું આયોજન

ભાટીયા તા. ૧૮ઃ ભાટીયા પંથકના લાંબા બંદર ગામમાં સમસ્ત ભોપા રબારી સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવ તેમજ રામદેવપીરના બાર પ્રહર પાટોત્સવનું આયોજન તા. ૧૯-૦૨-૨૦૧૯ ના દિને કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન લાંબા બંદર માતાના મઢના ભુવા જેઠાઆતા નાથાઆતા કરમરા તથા સમસ્ત ભોપા રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવમાં અગિયાર નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે. દાતા તરીકે ભોપા રબારી સમાજના દાનવીર બાબુભાઈ દેસાઈએ ભેટ માટે સહયોગ આપ્યો છે. જ્યારે ભોજન વગેરે માટે ભુવા જેઠાઆતા કરમરા પરિવારે સહયોગ આપ્યો છે.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે બારાડી વિસ્તારના લોહાણા અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), તેમજ ભુવાશ્રીઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

તા. ૧૯-૦૨ ના રાત્રે ૯ વાગ્યે રામદાસ ગોંડલિયા, રશ્મીતાબેન રબારી દેવરાજ ગઢવી વગેરે કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ યોજાયો છે. સંચાલન મહંત ભાષ્કરાનંદ ભારતી, રામભાઈ કરમરા, ઘેલુભાઈ ચેતરીયા, અરજણભાઈ ગોજીયા, કરણાભાઈ કરમરા, નાયાભાઈ કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription