ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

જામનગરની હેડપોસ્ટ ઓફિસમાં ઓછા સ્ટાફ અને સુવિધાના અભાવે પારાવાર પરેશાની

જામનગર તા. ૧૮ઃ જામનગરની હેડ પોસ્ટઓફિસમાં દિનપ્રતિદિન ગ્રાહકોની હાલાકીમાં વધારો થતો જાય છે. જેના પરિણામે ખાતામાંથી નાણા ઉપાડવા અને જમાં કરાવનાર ગ્રાહકોની વહેલી સવારથી લાઈન લાગે છે.

જામનગરની ચાર પોસ્ટઓફિસ બંધ થવાના કારણે હેડ પોસ્ટઓફિસ પર કામનું ભારણ આવ્યું છે. ૭૧ના સ્ટાફ સામે હાલમાં ૩૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં મુખ્ય પોસ્ટ માસ્ટરને બદલે ઈન્ચાર્જ અધિકારી કામ કરે છે.

પોસ્ટ કર્મચારીઓએ સરકારી ચલણ પોસ્ટર લાઈફ ઈન્સ્યુરન્સ, ગોલ્ડ કોઈન વેપાર તેમજ અનેક ખાતાઓની કામગીરી કરવી પડે છે. મોટી મોટી લાઈનો લાગે છે. તેવા ગ્રાહકો માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી. ત્રણ-ત્રણ કલાક લાઈનમાં ઉભા રહેતા લોકો માટે પાણીની વ્યવસ્થા નથી.

એજન્ટો માટે કોઈ વ્યવસ્થા નથી. રાજકોટ જેવા શહેરોમાં એજન્ટોના કામ માટે ચાર બારી છે. ત્યારે જામનગરમાં ફક્ત એક જ બારી છે. પોસ્ટ દ્વારા ૧૮-૨૦ સર્વિસની સેવા આપે છે. છતા આ સેવાનું પરિણામ શૂન્ય છે. એક કર્મચારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે સરકાર તમામ સમસ્યા જાણે છે. છતાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી.

હાલની પરિસ્થિતિ હલ કરવા માટે ફીક્સ પગાર અથવા રોજમદારોને નોકરીમાં રાખે તો ઘણી સમસ્યા હલ થઈ શકે તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવતે મહિને સ્ટાફની બદલી થશે તેને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

સરકારે સ્ટાફ વધારવાની તેમજ એજન્ટો માટે વધુ સગવડતા કરવાની જરૃર છે. પોસ્ટ ઓફિસની બહાર વાહન રાખવા માટે પાર્કીંગની કોઈ વ્યવસ્થા નથી તેના કારણે પોસ્ટ ઓફિસ બહાર રાખેલા વાહનો ટ્રાફિક પોલીસ ઉપાડી જાય છે. જામનગરના નાગરિકોની પોસ્ટ ખાતાની મુશ્કેલી દૂર કરવા સાંસદ-ધારાસભ્ય અને સરકારે તાત્કાલીક પગલાં લેવા જરૃરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription