સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

દ્વારકામાં મકાનમાં જામેલી જુગારની મહેફિલ ઝડપાઈ

જામનગર તા. ૧૫ઃ દ્વારકાની નરસંગ ટેકરીના એક મકાનમાંથી ગઈકાલે પોલીસે બે મહિલા સહિત ચારને ગંજીપાના ખેલતા પકડી પાડ્યા છે.

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા દ્વારકાના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

નરસંગ ટેકરી સ્થિત રજાક આલીભાઈ સુંભણીયાના મકાનમાં પોલીસે તલાસી લેતા ત્યાં રજાકને નાલ આપી તીનપત્તી રમતા ઈમરાન આમદ ચાવડા, આઈશાબેન રજાક સુભણીયા તથા હલીમાબેન હાસમ ભેસલીયા નામના ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૩,૪૦૦ રોકડા કબજે કરી ચારેય સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00