જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

અલિયાબાડાના ત્રણ તબીબો સામેના કેસમાં તબીબોનો છૂટકારો ફરમાવતી અદાલત

જામનગર તા. ૬ઃ જામનગરના અલિયાબાડામાં પ્રેક્ટીસ કરતા એક જ પરિવારના ત્રણ તબીબોને ત્યાં વર્ષ ર૦૦૭ માં ડી.એચ.ઓ.એ દરોડો પાડી આ તબીબો અધિકાર ન હોવા છતાં એલોપથીની દવા રાખતા અને પ્રેક્ટીસ કરતા  હોવાનો આરોપ મૂકી ફોજદારી ફરિયાદ કરી હતી. આ કેસના અંતે અદાલતે ત્રણેય તબીબોનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના અલિયાબાડામાં પ્રેક્ટીસ કરતા ડો. રતિલાલ એમ. જોષી, તેમના પુત્ર ડો. મધુસુદન આર. જોષી તથા પુત્રવધૂ ડો. સ્મિતાબેન એમ. જોષીના ક્લિનિકમાં ગઈ તા. ૬.ર.૦૭ ના દિને તત્કાલિન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલ તથા તેઓની ટીમે રેઈડ કરી આ તબીબો એલોપથી દવાઓ રાખે છે તેવો આરોપ કરી અને અધિકાર ન હોવા છતાં એલોપથીની પ્રેક્ટીસ કરતા હોવાનું જણાવી ત્યાંથી દવાઓ જપ્ત કરી ત્રણે તબીબો સામે મેડિકલ પ્રેક્ટીસનર્સ એક્ટની કલમ ૩૦, ૩પ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ  ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ડો. પટેલ, ડો. ફોજે, ડો. હારૃન ભાયા, ફાર્માસીસ્ટ નવનીત કયારા તથા તપાસનીસ પોલીસ અધિકારી સહિત સાત સાહેદોની જુબાની રજૂ કરી હતી. જેની સામે જોષી પરિવારના ત્રણેય તબીબો તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે ત્રણે તબીબો સરકાર માન્ય વિદ્યાલયોના આયુર્વેદ, હોમિયોપેથી તથા પૂનાની પદ્ધતિની સારવાર કરવા માટેના પ્રમાણપત્રો ધરાવે છે. સરકારી પરીક્ષણોનું હાર્દ સમજ્યા વગર ડો. પટેલે અર્થઘટન કરી રેઈડ તથા સીઝની કાર્યવાહી કરી છે. અદાલતે કાયદાની જોગવાઈઓની છણાવટ કરી ચૂકાદો આપ્યો છે કે આયુર્વેદ, હોમિયોપેથી કે પૂનાની સારવાર માટે અધિકૃત ડોક્ટર એલોપથી પ્રેક્ટીસ ન કરી શકે તેવો કોઈ પુરાવો રજૂ થતો ન હોય, અને સર્ચ, સીઝર કરવા અંગે કાયદાકીય પ્રક્રિયા અપનાવાઈ નથી, દવા એક્સ્પાયરી ડેઈટની કે એલોપથી હોવા અંગેના પુરાવા રજૂ થતા નથી તેમ જણાવી ત્રણેય તબીબોનો છૂટકારો ફરમાવ્યો છે. તબીબો તરફથી વકીલ અશોક નંદા, સુનિતા પરમાર, પૂનમ પરમાર રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription