જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

જામનગરમાં પુત્ર પાસેથી પૈસા પડાવી લેતા શખ્સે પિતાને ઉતાર્યા મોતને ઘાટ

જામનગર તા.૧૮ ઃ જામનગરના અંધાશ્રમ રેલવે ફાટક પાસે ગઈકાલે દાદાગીરી કરતા શખ્સને પોલીસ સ્ટેશન લઈ જતાં પિતા-પુત્ર પર તે શખ્સે છરી વડે હુમલો કરી પિતાની હત્યા નિપજાવી હતી. જ્યારે પુત્રને ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઉપાડી લીધો છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

જામનગરના વુલન મીલ ફાટક પાસે આવેલા સિદ્ધાર્થનગરની શેરી નં.૧માં રહેતા અનિલભાઈ દાદારાવ પાટીલ નામના ચાલીસ વર્ષના મહારાષ્ટ્રીયન યુવાન ગઈકાલે પોતાના સોળ વર્ષના પુત્ર યોગેશ સાથે સ્કૂટર પર જતાં હતા ત્યારે અવારનવાર યોગેશને તે વિસ્તારમાં જ આવેલા બાવરીવાસ નજીક રહેતો કૈલાશ પ્રકાશ કઠોતે ઉર્ફે કલ્લુ નામનો શખ્સ રોકી યોગેશ પાસે રહેલી તેના મજૂરીકામના પૈસા પડાવી લેતો શખ્સ સામો મળ્યો હતો.

યોગેશે અગાઉ પણ પોતાના પિતાને ફરિયાદ કરી હતી કે, કલ્લુ તેની પાસેથી પૈસા પડાવી લે છે તેથી ગઈકાલે અનિલભાઈએ આવી દાદાગીરી નહીં કરવા માટે કલ્લુને ઠપકો આપ્યો હતો ત્યારે કલ્લુ ચાલ્યો ગયો હતો તે પછી બપોરે ત્રણેક વાગ્યે આ શખ્સ ઝઘડો કરવા માટે અનિલભાઈના ઘરે પહોંચી ગયો હતો જ્યાં બોલાચાલી શરૃ કરતા અનિલભાઈએ જો તું આમ કરીશ તો હું પોલીસમાં ફરિયાદ નોંધાવીશ તેમ કહેતા ગુસ્સાના આવેગમાં આવેલા કૈલાશ ઉર્ફે કલ્લુએ ચાલો હું ફરિયાદ કરવા ભેગો આવું તેમ કહેતા અનિલભાઈએ પોતાનું એક્ટિવા બહાર કાઢી કલ્લુને વચ્ચે બેસાડયો હતો જ્યારે છેલ્લે યોગેશ બેઠો હતો ત્યાર પછી ત્રણેય વ્યક્તિઓ અનિલભાઈના ઘરેથી નીકળી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યા ત્યારે વુલન મીલ ફાટકથી થોડે દૂર વચ્ચે બેસેલા કલ્લુએ અચાનક જ પોતાની કમરમાં છૂપાવીને રાખેલી છરી બહાર કાઢી તેનો એક ઘા સ્કૂટર ચલાવતા અનિલભાઈને જમણા પડખામાં અને બીજો ઘા હાથમાં ઝીંકયો હતો. જ્યારે ત્રીજો ઘા તેણે અનિલભાઈના પાછળ બેસેલા પુત્ર યોગેશને ડાબા પગમાં ઝીંકી દીધો હતો.

અચાનક છરી હુલવવામાં આવતા અનિલભાઈએ માંડ સ્કૂટર ઉભું રાખ્યું હતું અને તેઓ બનાવના સ્થળે જ લોહીના ખાબોચિયા વચ્ચે ઢળી પડયા હતા. પિતાને પડેલા જોઈ સગીર પુત્ર ચીત્કારી ઉઠયો હતો. જ્યારે હુમલાખોર કલ્લુ નાસી છૂટયો હતો. બનાવની પોલીસને જાણ થતા સિટી-સીના પીઆઈ યુ.સી. માર્કન્ડેય દોડયા હતા. તેઓએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના પત્ની જયશ્રીબેનની ફરિયાદ પરથી કૈલાશ ઉર્ફે કલ્લુ સામે આઈપીસી ૩૦૨, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ બનાવની ગંભીરતા નિહાળી એસપી શરદ સિંઘલે આરોપીને પકડી પાડવા સૂચના આપતા કરાયેલી શોધખોળમાં માત્ર ત્રણ કલાકમાં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો હતો જેની આગવીઢબે પૂછપરછ કર્યા પછી પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. સામાન્ય બાબતે થયેલી આ હત્યાએ આ વિસ્તારમાં ચકચાર પ્રસરાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription