કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

જામનગરમાં કલમ-૧૪૪ હેઠળ ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવા ઉપર પ્રતિબંધ

જામનગર તા. ર૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા. ર૩ એપ્રિલ ર૦૧૯ ના થનાર છે. આ ચૂંટણીમાં મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય અને સમગ્ર જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા કલમ ૧૪૪ હેઠળ ૪ કરતા વધારે વ્યક્તિઓને એકઠા થવા પર, ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી ભરવા કે બોલાવવા પર, સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૃએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દોળ જેવા કે, ગૃહ રક્ષા દળ, ગ્રામ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એક્સાઈઝ, એન.સી.સી. વગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યક્તિઓને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દ્વારા મંજુરી આપેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ફોજદાર કાર્યરીતિ અધિનિયમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription