ગ્રાહક બિલ મોડું ભરે તો વીજ જોડાણ કાપવું કાયદાથી સુસંગત નથી

જામનગર તા. ૧૪ઃ પીજીવીસીએલ દ્વારા દર બે માસે આપવામાં આવતા બીલ ભરવામાં જો ગ્રાહકને મોડું થાય તો વીજ જોડાણ કાપી નાખવામાં આવે છે. જે કાયદાને સુસંગત નથી. આ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઈ પી. મજીઠીયાએ વીજ કંપનીનો રાજકોટ સ્થિત ચીફ ઈજનેરને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગરના અધિક્ષક ઈજનેરને પાઠવ્યું હતું.

જેમાં રજુઆત કરવામાં આવી હતી કે, વીજ ગ્રાહક જો પંદર દિવસ બીલ ભરવામાં વિલંબ કરે તો કડક ઉઘરાણી કરવામાં આવે છે. અને એ પછી વીજ જોડાણ કાપી નાખવામાં આવે છે. જે ગ્રાહકોમાં હિતમાં નથી કારણકે વીજળી આવશ્યક સેવા છે. નજીવા કારણોસર વીજ કંપની, ગ્રાહકની સેવા રદ કરી શકે નહીં આ કાયદાથી સુસંગત નથી મહાનગર પાલિકાનો પાણી વેરો ભરવામાં વિલંબ થાય તો નળ જોડાણ કાપવામાં આવતું નથી. આમ એકાદ-બે માસ મોડું બીલ ભરવામાં આવે તો જોડાણ કાપવું જોઈએ નહીં. નવા વીજ જોડાણો મેળવવામાં ગ્રાહકોને પારાવાર મુશ્કેલી પડી છે. ગ્રાહકોને ધક્કા ખવડાવવામાં આવે છે. આથી આદેશ કરવો જોઈએ કે પાંચ દિવસમાં વીજ જોડાણ મળી શકે. વધુમાં એવી રજુઆત પણ કરવામાં આવી છે કે પાંચ વર્ષ પહેલા વીજ ગ્રાહકોને અર્થીંગ માટે વાયર, પાઈપ ફીટીંગ કરી આપવામાં આવ્યા હતા અને તેના ખાડાઓનું પેચવર્ક કર્યું નથી પરંતુ હજુ સુધી અર્થીંગ જોડાણ કરી આપવામાં આવ્યું નથી તો આ જવાબદારી કોની છે કે કોન્ટ્રાક્ટરની કે વીજ કંપનીની? આ બાબતે ખુલાસો કરવો જરૃરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription