ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલાની સંભાવના જોતા આઈબીનું એલર્ટ

અમદાવાદ તા. ૧૮ઃ ગુજરાતમાં આતંકી હુમલાની સંભાવનાઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોને ઊડાવી દેવાની દહેશતને લઈને રાજ્યમાં આઈબીએ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ એક શંકાસ્પદ કબૂતરની તપાસ પણ શરૃ થઈ છે.

ભૂજ નજીકથી શંકાસ્પદ કબૂતર મળતા તપાસ શરૃ

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બે આતંકી ઊડાવે તેવી શક્યતાઓ વચ્ચે આઈબીએ એલર્ટ જાહેર કર્યું છે. જૈશ-એ-મહમ્મદના આતંકી રેહાન અને મોહમ્મદ ઈબ્રાહીમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પબ્લિક પ્લેસ, રેલવે સ્ટેશન અને મંદિરો પર મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, મંદિરો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્વંશ કરવાની આતંકીઓની યોજના છે. આ આતંકીઓમાં ગ્રેટર હૈદરાબાદનો મોહમ્મદ ઈબ્રાહીમ જે પુલવામા એટેકમાં પણ સામેલ છે. આ ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઈડ બોમ્બર રેહાન પણ સામેલ છે. રેહાનનું નિશાન રેલવે સ્ટેશન છે. આ તમામ લોકો મૌલાના મસુદ અઝહરના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે.

ભૂજ તાલુકાના શેખપીર ત્રણ રસ્તા નજીકથી સ્થાનિક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં કબૂતર જોવા મળ્યું હતું. બન્ને પગમાં અંગ્રેજીમાં આંકડા લખેલા તથા પાંખમાં ચાઈનીઝ ભાષામાં લખાણ લખેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે પ્રથમ પદ્ધર પોલીસ અને બાદમાં એસઓજીએ તપાસ આદરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription