જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

ભેજને કારણે બફારોઃ મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી

જામનગર તા. ૧પઃ જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ બે ટકા વધીને ૮૭ ટકાએ પહોંચી ગયું હતું. ભેજમાં વધરો થતાં બફારામાં પણ વધારો થયો હતો. જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોઈ વધારા કે ઘટાડા વગર લઘુત્તમ તાપમાન ર૬ ડીગ્રીએ અને મહત્તમ તાપમાનનો પારો ૩૬.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફરી વધારો થઈ રહ્યો છે. તાપમાનનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી જતા  લોકો ગરમીથી હેરાન થયા હતાં. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં પણ ગરમી વધી રહી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયા કાંઠાથી દૂર રહેલા વિસ્તારોમાં ફરી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તેમાય દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં બફારો વધી રહ્યો છે. જામનગરમાં બપોરે આકરા તાપના કારણે ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. અરબસાગર પરથી વાતા ઠંડા પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં રહેલા ભેજમાં બે ટકાનો વધરો થયો હતો. જેના પગલે ભેજનું પ્રમાણ ૮પ ટકાને પણ પાર કરી ગયું હતું.

જામનગરમાં સવારે ૧૦ થી સાંજના ૬.૩૦ વાગ્યા દરમિયાન એમાં ય ખાસ કરીને બપોરના અરસામાં આકરા તાપ અને ભેજના કારણે નગરજનો બફારાથી અકળાઈને ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. સાંજે ૬.૩૦ વાગ્યાથી વાતાવરણમાં તેજીલા વાયરાઓના કારણે ઠંડક પ્રસરવા લાગી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૬ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription